Kutch Kanoon And Crime
GujaratKutchMandviSpecial Story

માંડવીના બાડા નજીક આવનાર GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપનીના કારણે સ્થાનિક ફાયદા નુકસાન વિસે પચાણ ગઢવીએ શું કહ્યું…

માંડવી તાલુકાના બાડા ગામ નજીક ટૂંક સમયમાં આવનાર GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ) કંપનીના કારણે રોજગારી ઊભી થશે પરંતુ પ્રથમ પર્યાવરણને નુકસાન ન થાય તેની કંપનીએ જવાબદારી લેવી પડશે.

આગામી ટૂંક સમયમાં માંડવી તાલુકાના બાડા ગામ નજીક ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ નામની કંપની આવી રહી છે ત્યારે આ કંપની આ વિસ્તારમાં આવ્યાથી સ્થાનિક લોકોને શું ફાયદો થશે અને પર્યાવરણ સંબંધિત નુકસાન થવાની શક્યતા છે તે અંગે પ્રકાશ પાડતા મોટા લાયજા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન અને ભાજપના અગ્રણી પચાણભાઈ મગાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આ કંપની આવ્યાથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો જરૂર ઊભી થશે પરંતુ સાથે સાથે કંપની દ્વારા જે કેમિકલ ઉત્પાદિત થશે તેનાથી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે તે અંગે પણ સ્થાનિક લોકોએ જાગૃત રહેવું પડશે આ કંપની આવ્યા પછી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે જરૂર પ્રશ્નો ઊભા થશે આ તમામ બાબતોને કંપની દ્વારા ધ્યાનમાં લેવા પ્રયાસ કરવો પડશે અને કંપની દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તે માટેની બાહેધરી આપવી પડશે તો જ આ વિસ્તારમાં સંબંધિત કંપનીને માળખું ઊભું કરવા દેવામાં આવશે. સ્થાનિક પશુપાલન વ્યવસાય ધરાવે છે તેને નજર સમક્ષ રાખું ઘાસચારા માટે વ્યવસ્થા ઉભી કરવી પડશે. સ્થાનિક લાયકાત પ્રમાણે રોજગારી ઉભી કરવાની રહેશે. આ વિસ્તારના અગ્રણી પચાણભાઈ ગઢવીએ ખુલાસો આપતા જણાવ્યું હતું.

સ્ટોરી : સુનિલ મોતા માંડવી દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા-બાબીયા પાસે અકસ્માતમાં બેના મોત : વિસ્તાર ફરી બન્યો રક્તરંજિત…

Kutch Kanoon And Crime

માંડવી તાલુકાના પીપરી ગામેથી રૂપિયા 1.65 લાખના દાગીનાની ચોરી કરનાર ગણતરીના સમયમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

ભુજની જનરલ હોસ્પિટલમાં નાસી જવાનો પ્રયાસ કરનાર સહીત ચાર આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા

Leave a comment