તાજેતરમાં નવેમ્બર-ર૦ર૧માં મહારાષ્ટ્ર રાજયના નાસિક જિલ્લામાં પહેલી નેશનલ માસ્ટર ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં પોલીસ હેડ કવાટર્સ ખાતે ફરજ બજાવતા મહિલા એ.એસ.આઇ. કિંજલબેન નારાણભાઇ ખોખરીયાએ ૧૦૦ મીટર દોડ, ર૦૦ મીટર દોડ, ગોળા ફેંક તથા ચક્ર ફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કરી કૂલ-૪ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મહિલા એ.એસ.આઇ.એ આ અગાઉ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડી.જી.પી. કપમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેમજ ઓલ ઇન્ડિયા એથલેટીકસ મીટમાં ફાઇનલ સુધી પહોચેલ છે. ઉપરોકત સિધ્ધી હાંસલ કરવા બદલ મહિલા એ.એસ.આઇ.ને પૂર્વ ક્ચ્છ એસ.પી. શ્રી મયુર પાટીલ, પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામ તથા શ્રી વી.આર. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, ગાંધીધામનાઓ તથા શ્રી જે.બી.રમણા, રીઝર્વ પોલીસ સબ ઇન્સ્પેકટર, પોલીસ હેડ કવાટર્સ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા અભિનંદન આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે અને ખૂબ સાથ અને સહકાર આપેલ છે.
સ્ટોરી : દિનેશ જોગી અંજાર દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334
Previous news