મુંદરા ૦૪ એપ્રિલ ૨૦૨૧૪ અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજીક ઉતરદાવિત્યનાં ભાગરૂપે લોકો અને સરકારશ્રી વચ્ચેનો સંબંધ સેતુ જળવાય અને સરકારશ્રી તરફ્થી ચાલતી ૫૧ જેટલી વિવિધ યોજનાનો લાભ લોકો સુધી મળે તે માટે સેતુ બનવાનાં ઉમદા હેતુસર મુન્દ્રા મધ્યે ‘કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર’ ખોલવામાં આવ્યુ છે.
જેનું ઉદ્દઘાટન જીલ્લા ક્લેકટર શ્રીમતી પ્રવિણા ડી.કે. દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, ડી.આર.ડી.એ. ના ડાયરેકટર શ્રી એમ.કે. જોષી, એસ.ડી.એમ શ્રી કે.જી. ચૌધરી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી. રોહડીયા, મામલતદારશ્રી ચેતન પ્રજાપતિ, એ.પી.એસ.ઇ.ઝેડ.ના એક્ઝ્યુકેટીવ ડાયરેકટરશ્રી રક્ષિત શાહ તથા અદાણી ફાઉન્ડેશન-મુંદરાના સી.એસ.આર.હેડ શ્રીમતી પંક્તિ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત તુલસીનાં રોપાને પાણી રેડીને કરવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યક્રમની સ્વાગતવિધિ અને હેતુ તથા માહિતી પંક્તિબેન શાહ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ‘કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર’ તેમજ મહિલા સશક્તિકરણનાં ભાગરૂપે સ્વ સહાય જૂથની બહેનો દ્વારા થતી કામગીરી અંગે અદાણી ફાઉન્ડેશનનાં કરસન ગઢવી, પારસ મેહતા અને જાગૃતિ જોશીએ ઉપસ્થિત મહેમાનોને માહિતીગાર કર્યા હતા. સ્વ સહાય જૂથની બહેનો દ્વારા વોશીંગ પાવડર, ફીનાઇલ, મઢવર્કની ફ્રેમો, સોફ્ટ ટોયસના રમકડાં વગેરે બનાવવામાં આવે છે તેમજ છ લેયરવાળા મશીનથી સેનેટરી પેડ બનાવવામાં આવે છે. આ યુનિટની ઉપસ્થિતમાં મહેમાનોએ મુલાકાત લીધી હતી અને બહેનો દ્વારા થતી કામગીરી નિહાળી હતી. આ પ્રસંગે જીલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણા ડી.કે. એ અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ તથા મહિલા સશક્તિકરણ માટે થતી કામગીરીની સરાહના કરી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં અદાણી ફાઉન્ડેશનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન કરસન ગઢવી અને આભારદર્શન માવજી બારૈયા દ્વારા કરવામા આવ્યું હતુ.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334