અબડાસા તાલુકાના કોઠારા પ્રાથમિક શાળામાં કોઠારા હેલ્થ કેર ગ્રુપ દ્વારા ગત રવિવારના સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી ગામના તેમજ આજુબાજુ સુથરી, આરીખાણા, સાંયરા, સંધાવ વગેરે ગામોના દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં બહારથી આવેલા ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં ડોક્ટર જગદીશ વાઘજીયાણી, ડોક્ટર રાચી વાઘજીયાણી, ડોકટર સચિન, ડોકટર રૂપેશ ગોર, ડોક્ટર કિરણ ગોર, વગેરે ડોકટરો જેમાં હાડકાના નિષ્ણાત, ડેન્ટલ સર્જન, એમબીબીએસ, ન્યુ લાઈફ હોસ્પિટલ માંડવીના સહિત ડોક્ટરોએ સેવા આપી હતી. આ મેડિકલ કેમ્પમાં કુલ 410 જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક ચેકપ તેમજ મેડિકલ ક્ષેત્રે આગળનું માર્ગદર્શન લીધું હતું.
આ સમગ્ર મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે ન્યુ લાઈફ હોસ્પિટલ માંડવી તેમજ કોઠારા હેલ્થ કેર ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જેમાં કોઠારા પ્રાથમિક શાળાના સ્ટાફ, કોઠારા પોલીસ સ્ટેશનના જવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે બહારથી પધારેલા કોઠારા તેમજ આજુબાજુના અગ્રણીઓનું સન્માન કોઠારા હેલ્થ કેર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતુ.
અહેવાલ : અબડાસા બ્યુરો ગફુર બુકેરા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334