Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

રતનાલની ચામુંડા હોટેલમાં સરા જાહેર મારા મારી : રાજયમંત્રીના વિસ્તારમાં કાયદાના ધજીયા ઉડ્યા…

રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના ગામ રતનાલમાં ચામુંડા હોટેલમાં મારામારીની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. ચારેક દિવસ અગાઉ અંજાર વિસ્તારના ધારાસભ્ય હાલ રાજયમંત્રી વાસણભાઇ આહિરના ગામ રતનાલમાં ચામુંડા ચાની હોટલમાં સરાજાહેર મારામારીની ઘટના બનતા સનસનાટી મચી ગઇ છે જોકે મારામારીની ઘટના શા માટે બની એ સ્પષ્ટ થયું નથી પરંતુ સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં છુટા હાથ અને લાકડીઓથી મારામારી થતી સ્પષ્ટ જોવા મળે છે આ ઘટનાએ રતનાલ સહિત આહિર પટ્ટીના ગામોમાં સનસનાટી મચાવી દીધી છે.

જેના પરથી એવું ચિત્ર સામે આવી રહ્યું છે કે રાજયમંત્રીના ગામના યુવાનોને કાયદાની જરા પણ બીક નથી જેઓ કાયદો હાથમાં લઈ સરા જાહેર છુટા હાથે લાકડાઓના ધોકાઓથી એક બીજા પર તૂટી પડ્યા છે. આ દ્રશ્ય પરથી એમ લાગે કે જો રાજયમંત્રીનું ગામ કાયદાને માન આપતું ન હોય કે પાલન કરતું ન હોય તો રાજયમંત્રી અને ગુજરાતની પ્રજા કાયદાને કેટલું પાલન કરતી હશે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

મુંદરા પોલીસે ત્રણ અલગ અલગ વણશોધાયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી તેરા તુજકો અર્પણ સિદ્ધ કર્યું…

Kutch Kanoon And Crime

સામાજિક અને સેવાકીય કામગીરી બદલ રામાણીયાના યુવાનનું સારા ઇન્ટરનેશનલ દ્વારા રાજકોટ ખાતે સન્માન કરાયું…

ભુજ-ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…

Leave a comment