Kutch Kanoon And Crime
Breaking NewsBhachauCrimeGujaratKutch

ભચાઉના કડોલની પરિણીતાએ આપેલા આવેદનપત્રના આક્ષેપનો એક જૂઠાણું સામે આવ્યું

ભચાઉના કડોલ ગામની પરિણીતા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ જેમાં એક આક્ષેપ ખોટું પડ્યું છે. ભચાઉ તાલુકાના કડોલ ગામની પરિણીતાની ફરિયાદ નોંધવાના બદલે આદિપુર મહિલા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ દ્વારા ફરિયાદીને ધાક ધમકી કરાઈ તેવા આક્ષેપ અને પૂર્વ ક્ચ્છ એસ.પી. કક્ષા સુધી અપાયેલા આવેદનપત્રમાં આવ્યો નવો વળાંક. તાજેતરમાં ભચાઉ તાલુકાના કડોલ ગામની એક પરિણીતા દ્વારા પતિ સામે માનસિક ત્રાસ વિશ્વાસઘાત વગેરે બાબતે આદિપુર મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ અપાઇ હતી આ ફરિયાદની તપાસ કરવાના બદલે આદિપુર મહિલા પોલીસ સ્ટેશનના એક મહિલા કર્મચારી દ્વારા ફરિયાદી બહેનને ધમકાવી ધક્કા ખવડાવી રહ્યા છે તેવું આક્ષેપ કિંજલબા નામના મહિલા પોલીસ કર્મચારી સામે આક્રોશ વ્યક્ત કરી પૂર્વ ક્ચ્છ એસ.પી. મયુર પાટીલને ફરિયાદીઓ દ્વારા આવેદનપત્ર અપાયું હતું જે આવેદનપત્રની અમલવારી જ્યારે થાય ત્યારે પણ અમારી પાસે આવેલ માહિતી પ્રમાણે ફરિયાદીના જણાવ્યા મુજબ કે પોલીસ કર્મચારીઓ પ્રાઇવેટ ગાડીમાં આવ્યા હતા જેની તપાસ કરતા પોલીસ કર્મચારીઓ ભચાઉ તાલુકાના કડોલ ગામથી વાકેફ ન્હોતા જેના કારણે તેઓ ભચાઉ ચોકીના જમાદારને સાથે લઈ તે જમાદાર પોતે પોતાની કારમાં અને મહિલા પોલીસ કર્મચારીઓ પોલીસ વાનમાં આવ્યા હતા જેના સી.સી.ટી.વી ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છીએ.

 

(એક બાજુ cctv માં બે કાર દેખાય છે એક પોલીસ સરકારી વાન અને બીજા વિડીઓમાં જે વિડિઓ ફરિયાદીઓ દ્વારા વાયરલ કરાયું છે તેમાં એક પોલીસ કર્મચારી દેખાય છે તો ફરિયાદીઓ દ્વારા ફક્ત એકજ વિડિઓ વાયરલ કરાયું તેનું કારણ શું હોઇ શકે. કેમ કે આ મીડિયા અને પોલીસ બન્નેને ગેર માર્ગે દોરવાની કોશિસ છે)

જેને જોઈ એવું સામે આવી રહ્યું છે કે ફરિયાદી દ્વારા આક્ષેપો સાથે અપાયેલા આવેદનપત્રનો એક આક્ષેપ ખોટો સાબિત થઈ ગયો જેથી એવું લાગે છે કે હવે બાકીના આક્ષેપો સત્ય છે કે શું એવા સવાલ ઉભા થઇ રહ્યા છે. કેમ કે જો ફરિયાદીઓ દ્વારા એસ.પી. કક્ષા સુધી તપાસમી માંગ સાથે આવેદન પત્ર અપાય છે અને એ આવેદનપત્રમાં લગાડેલા પોલીસ કર્મચારીઓ પરના આક્ષેપો ખોટા સાબિત થાય છે તો ફરિયાદીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈયે કેમ કે કોઈને ઘેર માર્ગે દોરવું અને એ પણ ઉચ્ચ કક્ષાએથી એ ક્યારે ચલાવી લેવાય નહિ. ભચાઉ તાલુકાના કડોલ ગામની પરિણીતાને ન્યાય મળવો જોઈએ એમાં બે મત નથી પણ પરિણીતા દ્વારા જે આક્ષેપો પોલીસ પર લગાળાયા કે, તેઓને ધાક ધમકીઓ અપાઈ, તેઓને ખોટી રીતે માનસિક ટ્રોચર કરાયું એ બધું તપાસ થાય તો ફરિયાદી સાચા છે કે ખોટા તે પણ સામે આવે અને જે પોલીસ કર્મચારીઓ મહિલાઓ માટે દિવસ રાત જોયા વગર ન્યાય મળે તે માટે સલાહ સુચન આપતા હોય અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા હોય તેઓને પણ ક્યાં પણ ખોટું બદનામ થવું ન પડે. કેમ કે ફરિયાદી દ્વારા ગંભીર આક્ષેપો લગાડાયા છે જેમાં એક તો સાવ ખોટું જ છે જે સી.સી.ટી.વી. કેમેરામાં દેખાય છે હવે બાકીના, પૂર્વ ક્ચ્છ એસ.પી. મયુર પાટિલ દ્વારા ન્યાયિક તપાસ કરાય જેથી પોલીસનું મોરલ પણ ન તૂટે અને કોઈને અન્યાય પણ ન થાય. ફરિયાદીઓ દ્વારા શાંતીબેન માદેવા આહિર પોતે પરિણીતા અને તેણીના ભાઇ રાજેશ દેવા વરચંદ તથા ગામના આગેવાન ઢીલાભાઈ હીરા આહિર વગેરે આવેદનપત્ર વખતે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસા : નદી પર બનનાર કોઝ વે’ ના 5 કરોડ 40 લાખ દોઢ મહિનામાં ઓછા લાગ્યા..!!? ધારાસભ્ય અંધારામાં..!!?

Kutch Kanoon And Crime

ક્સ્ટોડીયલ ડેથ કાંડના પોલીસ કર્મચારી આરોપી ગફુરજી ઠાકોર અને GRD જવાનના 18/2 બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર

Kutch Kanoon And Crime

કચ્છમાં કોરોના વાયરસ સામે તંત્ર સાબડું : માતાનામઢ, ના.સરોવર, કોટેશ્વર, તેમજ ધાર્મિક સ્થાનો 31 માર્ચ સુધી બંધ : ભુજ સ્વામિનારાયણ મંદિર 22 માર્ચના બંધ

Kutch Kanoon And Crime

Leave a comment