અબડાસાના માજી ધારાસભ્ય જયંતી ભાનુશાલી હત્યા કેસના બનાવ બાદ મુખ્ય સાક્ષીની હરકતો હલન ચલન પર નજર રાખી સાક્ષી પવન મોરેનું કામ તમામ કરી નાખવાનું જેઓના પર એક કેશ નોંધાયો હતો જે કેશની તપાસ કરી ગાંધીધામ કોર્ટે આધાર પુરાવા અને સાક્ષીઓના નિવેદનો લઈ તમામે તમામ જેમના પર પવન મોરેની રેકી કરવાનો કેશ થયો હતો તેઓને નિર્દોષ છોડી મુકવાનો ચુકાદો આપતા ક્ચ્છ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાનુશાલી સમાજમાં સન્નાટો છવાઈ ગયો છે આ રેકી કરવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓનો સનાવેશ થતો હતો જેમાં માજી ધારાસભ્ય છબીલ પટેલ, રસિક પટેલ, પિયુષ વાસાણી અને કોમેશ પોકારના નામ સામે આવ્યા હતા તેઓને આજે ગાંધીધામ કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા હતા. આ કેશમાં આરોપીઓના વકીલ તરીકે દિલીકુમાર જોશી, હિતેન્દ્રસિંહ વાઘેલા, હરેશ કાંઠેચા હાજર રહ્યા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334