તાજેતરમાં ભુજ નજીકના માધાપર ગામે કાર લે-વેચનો વ્યવસાય કરતા વેપારી પાસેથી સેકન્ડ હેન્ડ ફોર્ચ્યુન કાર ખરીદવાના બહાને ટેસ્ટ ડ્રાઈવ કહીને કાર હંકારી જનાર રાજસ્થાનથી પકડાયેલો ભગવાધારી પકડાયા પછી આ ભગવાધારી મુન્દ્રા તાબેના પત્રી ગામનો પ્રદીપ પોપટલાલ શાહ હોવાનું સામે આવ્યું છે. ભુજ બી/ડિવિઝન પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી પ્રદીપ શાહ અઠંગ અને રીઢો ગુનેગાર છે તેની સામે રાજકોટ, અમરેલી, સાબરકાંઠા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરે સ્થળોએ મળીને અનેક ગુના નોંધાયેલા છે અને તે ખાસ મોડસ ઓપરેન્ડી આચરીને ગુનાઆેને અંજામ આપી રહેલો છે માધાપર ખાતેથી સેકન્ડહેન્ડ ફોરર્ચ્યુનર કાર લેવાનું બહાનું કરીને ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર હંકારી જનાર પ્રદીપ શાહ રાજસ્થાનથી પકડાયા પછી તેને ભુજ લઈ અવાયો છે અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે તેના કબ્જામાંથી ફોરર્ચ્યુન કાર અને કારમાં રહેલા 50,000/- સહીત તેના બોગસ આધાર કાર્ડ વગેરે કબ્જે કરાયા છે. દરમિયાન મળતી માહિતી પ્રમાણે પકડાયેલો આરોપી થોડા દિવસ અગાઉ નખત્રાણા નજીકના એક સ્થળે યોજાયેલા ડાયરામાં હાજર રહ્યાં હતા તેવું જાણવા મળે છે તો તે ડાયરા સંચાલકો સામે તાજેતરમાં જ ગુનો નોંધાયો છે એ રેલડી ફાટક નજીક આવેલ એક અગ્રણીના ફાર્મ હાઉસમાં ગીતા રબારીના યોજાયેલા ડાયરામાં પણ હાજર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જોકે આ વાતને સમર્થન નથી મળતું પરંતુ સંબંધિત બંને પ્રસંગોમાં આરોપીની હાજરીએ તરેહ તરેહની ચર્ચા વહેતી કરી છે. કારણ કે સંબંધિત બંને પ્રોગ્રામો મોટા માથાઓ દ્વારા યોજવામાં આવ્યા હતા અને તેમાં આ આરોપી પ્રદીપ શાહની હાજરી હોય તો તે ઘણું બધું કહી જાય છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334