ક્ચ્છના મહારાવ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા હતા અને સારવાર હેઠળ રહેલા કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આજે જિંદગીનું જંગ હારી ગયા હતા અને આજે વહેલી સવારે દુઃખદ નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા બપોરે રાખવામાં આવેલ છે અને સરકારશ્રીની વર્તમાન ગાઇડલાઇન પ્રમાણે અંતિમ યાત્રા કાઢવામાં આવશે આ પૂર્વે સદગતના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે બપોરે બારથી એક વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સદગત મહારાવશ્રી કચ્છ અને કચ્છીયત માટે અંતિમ સમય સુધી સક્રિય રહ્યા હતા અને 85 વર્ષની જૈફ વયમાં તેમણે આજે અંતિમ વિદાય લીધી હતી સદગત મહારાવશ્રી છેલ્લા એક અઠવાડિયાથી સારવાર હેઠળ હતા તેમના નિધનથી સમગ્ર કચ્છમાં શોક ફેલાઈ ગયો છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334