સંભવિત “તાઉ’ તે” વાવાઝોડાના પગલે કોઈપણ ગંભીર પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા અદાણી પોર્ટ પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. આ અંગેની વિગતો આપતા અદાણી પોર્ટ દ્વારા જણાવ્યું હતું કે પોર્ટ પ્રશાસન દ્વારા કોઈ પણ ગંભીર પરિસ્થિતિ ઉભી થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર એટલે કે એસ.ઓ.પી. અનુસાર હજીરા, દહેજ, મુન્દ્રા અને તુણા બંદરો પર સલામતીના પગલા લેવાયા છે જેમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજનો પણ સમાવેશ થાય છે. આ તૈયારીઓના ભાગરૂપે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તો જરૂરી દવાઓ, સૂકો ખોરાક વગેરે સ્ટોક કરવામાં આવ્યા છે ઉપરાંત સંચાય વ્યવસ્થાની તમામ તૈયારી પૂરી કરી દેવાય છે સાથે સાથે વીજ સપ્લાયમાં ભંગાણની સ્થિતિ ઊભી ન થાય તે માટે સાવધાનીના પગલા લેવાયા છે કોઈપણ જાતની જોખમી પરિસ્થિતિ ઉભી થાય તો કિવક રિસ્પોન્સ ટીમો તૈયાર થાય છે અને સ્થાનિક વહીવટી પ્રશાસન સાથે સંપર્કમાં રહીને તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334