Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutchSpecial Story

સરકારી અજીબ નિયમોમાં ખાટલા/બાટલાની રામાયણમા નવરા થઈએ તો રોટલાની રામાયણ ઉભી છે..!

કોરોના કાળના સંક્રમણ અને તેનાથી બચવા સરકારના અજીબ લાગે તેવા નિયમો જેના વિરોધમાં આંદોલન, ઘેરાવ, અને આત્મવિલોપન પછી ધરપકડ તેના બાદ જામીન પર મુક્ત પણ આવી મોટી મહામારીની સમસ્યાનું રિઝલ્ટ શું…? કઇ નહિ..! પ્રથમ લોકડાઉન જેમાં ભારતની દરેક જનતાએ ચુસ્ત પાલન કર્યું ત્રણેક મહિના સુધી ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખ્યા. કોઈ પણ વ્યક્તિ બિનજરૂરી બહાર ન નીકળ્યું તેમ છતાં સમસ્યાનું રિઝલ્ટ શું..? કઈ નહિ..! ધીમે ચૂંટણીઓ નજીક આવી એટલે જોર શોરથી ઢોલ નગારા વાગાડવાની તૈયારીઓ આરંભાઈ (તાલી, થાળી અને ઢોલ નગારા) અને કોરોના ભાગી ગયો જેમાં પોતાની મેળે સંક્રમણના કેશ ઓછા થઈ ગયા અને સમગ્ર ભારતને સરકારી નિયમના લાગેલા તાળા ખુલી ગયા અને પડી ભાંગેલા વેપાર ધંધાની ગાડી ધીમે ધીમે પટરી પર ચાલવા લાગી. ધીમે ધીમે ચૂંટણીના ઢંઢેરા શાંત થયા અલગ અલગ રાજકીય પાર્ટીએ પોત પોતાના ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિને સતામાં બેસાડવા સાથે શપથ લેવડાવી દીધા. ફરી પાછું ચાલુ થયું, કોરોનાએ શાંત બેઠેલી પ્રજા પર આક્રમણ કર્યું..! ધીમે ધીમે કેશ વધ્યા ભારતદેશમાં અમુક રાજ્યોને (જ્યાં ચૂંટણી હતી એવા રાજ્યને) બાદ કરતાં રાજ્યોના જિલ્લાના નાના મોટા શહેરોમાં રાજકીય પાર્ટીનું સારું લગાડવા સાથે કામગીરી બતાડવા સ્વૈચ્છિક લોકડાઉન પ્રજા માથે ઠોકવામાં આવ્યું જેને પ્રજાએ શિરોમાન્ય ગણાવી સરકાર સાથે રહી સાથ આપ્યો જેની સાથે રાત્રી કરફ્યુ પણ લાદી દેવાયું. આ સ્વૈચ્છિક લોકડાઉન અને રાત્રી કેફ્યુ વચ્ચે શરૂ થઈ સંક્રમણની સાંકળ જેમાં દરરોજના કેશો વધવા લાગ્યા ધીમે ધીમે જેની સામે સરકારે સખ્ત કદમ ઉપાડી ફક્ત ભૂજ અને ગાંધીધામને સંપૂર્ણ બંધ કરી નાખ્યું (જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાય) હા પણ પ્રજા રસ્તા પર ફરી શકે તેવા અજીબ નિયમો લગાડી દીધા. હવે સંક્રમણ વધ્યાને (સરકારે પહેલેથી આંકડા છુપાવતી હતી) આંકડા વધ્યા જેમાં શરૂ થઈ ખાટલા અને ઓક્સીઝનના બાટલાની રામાયણ, એ રામાયણ પ્રજા પોત પોતાના પરિવારજનો માટે ગમે તે રીતે (સામ, દામ અને દંડ તો ક્યાંક કાયદો હાથમાં લઈને) ખભે ઉપાડી ઉપાડીને પુરી કરવા લાગી. માંડ માંડ ખાટલા અને ઓક્સીઝન બાટલાની રામાયણ પુરી થઈ તો સામે આવવા લાગી રોટલાની રામાયણ હવે એ પુરી કેમ કરવી, કેમ કે આવા લગાડેલા અજીબ નિયમો દિવસો દિવસ સરકાર ધીમે ધીમે વધારી રહી છે, એક એક સપ્તાહનું નિયમ લગાડી પ્રજાને રોટલાની રામાયણમાં ફસાવી રહી છે. બે ચાર કિલો ઘઉં ચોખા કે તેલ આપી મજાક ઉડાળી રહી છે. પ્રજા વેપારીઓ આત્મવિલોપનના પગલા ભરવા મજબૂર થઈ રહ્યા છે અને અપીલ કરી રહ્યા છે, આવી મહામારીમાં સરકાર અગર સાથ ન આપી શકતી હોય, તેવી સરકારની ચાપલુસી કરવા કરતાં આત્મવિલોપન કરવું યોગ્ય છે તેવુ નાના વેપારીઓ કહી રહ્યા છે. હાથ જોડીને અપીલ કરી રહ્યા છે કે, સરકાર ખાટલા-બાટલા અને હવે અમને રોટલાની રામયણથી મુક્ત કરો, અમે અમારા પરિવારના સભ્યોને રોટલા ખવડાવી શકીએ એટલી દયા કરો.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવશે

Kutch Kanoon And Crime

હમીરપરમાં એક સાથે 5 હત્યાના ખળભળાટ માચાવનાર કિસ્સામાં વધુ એક આરોપીના જામીન : ધારાશાસ્ત્રી હેતલકુમાર જે. સોનપાર વિનોદકુમાર જી. મકવાણાની ધારદાર દલીલ કામે લાગી

Kutch Kanoon And Crime

ગઢશીશાની બજારો સાંજે 6 વાગ્યા પછી બંધનો નિર્ણય

Leave a comment