કોરોનાની મહામારીથી વિશ્વને બચાવવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવનાર પ્રધાનસેવક માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી સમગ્ર દેશમાં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા ‘ટીકા ઉત્સવ’ અભિયાન અંતર્ગત કામધેનુ પ્રાથમિક શાળા મધ્યે “કોરોના રસીકરણ અભિયાન” કેમ્પનું આયોજન કરાયું જેમાં રસી લીધા બાદ લોકોને બિસ્કીટ, પાણી, ચા વગેરે વ્યવસ્થા ગુજરાત ભાજપના મહામંત્રી કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રષ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપાના મહામંત્રી શ્રી અનિરૂધ્ધભાઈ દવે, મહિલા નગર અધ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી, કાઉન્સિલર વિશાલ ઠક્કર, હનિફભાઈ જત, શ્રીમતી જશુબેન હાલાઈ, શ્રીમતી કસ્તુરબેન દાતણિયા, કિશનસિંહ જાડેજા, અમરસી કોલી, પ્રતાપસિંહજી મોડ, રશ્મિભાઈ પરમાર, દિપીતભાઈ હિરાણી, સાગરભાઈ ગોસ્વામી વગેરે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા.
અહેવાલ – સુનિલ મોતા માંડવી દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334