Kutch Kanoon And Crime
CrimeBhujBreaking NewsKutch

ભુજમાં વૃદ્ધા પાસેથી લૂંટને અંજામ આપનાર પડોશી દંપતી સહિત ત્રણ પકડાયા

ભુજ ખાતે તાજેતરમાં ઉમેદનગર કોલોની માં રહેતા  દમયંતીબેન સોલંકી નામના વૃદ્ધાને બંધક બનાવી તેમના શરીર પર પહેરેલ સોનાના દાગીનાની લૂંટ કરી વૃદ્ધાને મારી ફરાર થઈ ગયેલા અજાણ્યા લૂંટારુંઓનો આખરે પર્દાફાસ થઇ ગયો છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા ના માર્ગદર્શન હેઠળ અને બોર્ડર રેન્જ આઈ.જી શ્રી સુભાષ ત્રિવેદી ની સુચના હેઠળ હાથ ધરાયેલ આ લૂંટની ઘટના અંગે આખરે સંબંધિત વૃદ્ધા પાસેથી લૂંટને અંજામ આપનાર પડોશી દંપતી નો પર્દાફાશ થઇ ગયો છે. ભુજ એ/ડિવિઝન પોલીસે હાલ અંજામ આપનાર ચિરાગ મકવાણા તેની પત્ની કૃપા મકવાણા અને ચિરાગ ના મિત્ર ધૈર્ય પરમાર ને પકડી પાડયા છે શરમજનક બાબત એ છે કે કોરોના મહામારી વખતે લોકો એકબીજાને મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં આરોપી દંપતીએ પડોશી ધર્મ ને તાર તાર કરી નાખેલ છે દરમિયાન આ ઘટનામાં આરોપી દંપતી સહિત અને આરોપીઓને બચાવવા માટે કોઈ એક પત્રકારે પણ પોલીસ પર દબાવ લાવવાનો શરમ જનક પ્રયાસ કર્યાનું મનાય છે ત્યારે સંબંધિત પત્રકારે આ ભૂંડી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હોય તો તે પત્રકાર જગત માટે પણ શરમજનક બાબત છે આવા તત્વોને સબક શીખવવો જોઈએ જેઓ પત્રકારિતા ને લજવી રહ્યા છે આ ઘટનાએ ભુજ શહેરમાં ભારે ચકચાર મચાવી છે તો બીજી તરફ આ ઘટનામાં કથિત પત્રકારની ભૂમિકા સત્ય હોય તો એ પત્રકારનો ચહેરો પર બેનકાબ કરવો જોઈએ.

નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા તાલુકાના મુખ્યત્વે ચારણ ગઢવી સમાજની વસ્તી ધરાવતા ઝરપરા ગામે આજે સવારે બહાર આવેલી હત્યાની ઘટનામાં આરોપી પતિએ પણ આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું…

Kutch Kanoon And Crime

ભાજપના દિગ્ગજ અને નખત્રાણા વિસ્તારના ભરત સોનીએ આપ્યું રાજીનામુ

Kutch Kanoon And Crime

કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે એકનો જીવ લેનાર ગેંગવોર મામલે 16 આરોપીઓની ધરપકડ : અદાલતે સાત દિવસના રિમાન્ડ આપ્યા

Kutch Kanoon And Crime

Leave a comment