બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે વીરબાઇ ગેટ અને ભીલવાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વો બેખૌફ બનતા આ વિસ્તારના નાગરિકો ત્રાસી ગયા છે ટપોરીગીરી કરતા આ તત્વોને પોલીસ અને કાયદાનો ભય ન હોય તેમ ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું સેવન કરીને આવતી જતી યુવતીઓ મહિલાઓની છેડતી કરતા અચકાતા નથી આ તત્વો પર સમયસર અંકુશ નહીં લેવાય તો આવનારા દિવસોમાં આ તત્વો ખૂન ખરાબા કરતાં નહીં અચકાય તેવી દહેશત આ વિસ્તારના નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
આ વિસ્તારમાં છેડેચોક દારૂની હેરાફેરી થવા લાગી છે એટલું જ નહીં આ તત્વો અશાંતિ ફેલાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે અને રોફ જમાવવા તમે ક્યારે લોહિયાળ પરિણામ લાવે તેવી દહેશત આ વિસ્તારના નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પોલીસ પ્રશાસન આવા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
અહેવાલ – આનંદ પરમાર – બનાસકાંઠા બ્યુરો
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334