Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

રત્નાકર બેંક લીમિટેડ (મહારાષ્ટ્ર)ના કરોડો રૂપિયાના કૌભાંડના ગુનામાં CID ક્રાઈમ તરફ સ્પેશિયલ પુબ્લિક પ્રોસિક્યુટર તરીકે કલ્પેસ ગોસ્વામીની નિમણુંક

(ગોસ્વામીની યશ કલગીમાં અન્ય એક પીછું ઉમેરાયું)

મહારાષ્ટ્ર રાજયની રત્નાકરબેંક લીમીટેડ બેંકમાંથી કચ્છ જિલ્લાના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાના નાના-મોટા બોગસ ૧૧૯ ખેડુતોના નામે અબડાસા તાલુકા ધિરાણ અને બચત મંડળી બનાવી અને તેનું એકાઉન્ટ કે.ડી.સી.સી.બેંક નલીયા બ્રાન્ચમાં ખોલાવેલું. આ મંડળી કચ્છ જિલ્લામાં મેંગોની ખેતી માટે મેંગો કલ્ટીવેશન પ્લાન્ટ કરવા માંગે છે. આવી હકિકત આધારે અબડાસા તાલુકા ધિરાણ અને બચત મંડળીએ રત્નાકર બેંક લીમીટેડ મહારાષ્ટ્રની મેઇન બ્રાન્ચમાંથી કરોડો રૂપિયાની પાક ધિરાણ માટેની લોન મેળવેલી. આ મંડળીના પ્રમુખ તરીકે જંયતીલાલ જેઠાલાલ ઠકકર અને મંત્રી તરીકે ગીરીરાજસિંહ કનુભા જાડેજા હતાં. (આ બન્ને કે.ડી.સી.સી. બેંકના કરોડો રૂપિયાના કૌભાંડના પણ આરોપીઓ છે.)  આ લોનમાં બોગસ ખેડુતો વતી ગેરંટર તરીકે મુંબઇની પેઢી ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન જેના ચેરમેન ભદ્રેશ વસંતભાઇ મહેતા કે જેઓ કોટન કિંગ તરીકે ઓળખાય છે, તે ખુદ, તેમના પત્ની હીનાબેન ભદ્રેશ મહેતા અને પુત્ર પાર્થ ભદ્રેશ મહેતા જેઓ આ કંપનીના ડાયરેકટર તરીકે છે તેઓ ગેરંટર તરીકે રહેલાં. આર.બી.એલ.બેંક મુંબઇ મુખ્ય બ્રાન્ચમાંથી પાક ધિરાણ અને મેંગો કન્ટીવેશન અર્થે રૂપિયા ૩૦ કરોડની લોન મંજુર થયા બાદ, આ લોન અબડાસા તાલુકા ધિરાણ અને બચત મંડળીના બેંક એકાઉન્ટ કે.ડી.સી.સી.બેંક નલીયા ખાતે જમા થયેલ. જે રકમ સમયાંતરે ઝડપથી મંડળીના પ્રમુખ અને મંત્રી તરફથી ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન લીમીટેડના બેંક એકાઉન્ટમાં આર.ટી.જી.એસ.મારફતે નલીયા બ્રાન્ચના મેનેજર સંજય ત્રિપાઠીની મદદથી ટ્રાન્સફર કરવામાં આવેલ. જંયતી ઠકકર તે સમયે કે.ડી.સી.સી.બેંકમાં ડાયરેકટર હતો. જયારે આર.બી.એલ.બેંક તરફથી લોન મંજુર કરતા સમયે તમામ ડોકયુમેન્ટસના વેરીફીકેશન માટે આર.બી.એલ. બેંકના લોન ડિપાર્ટમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના બે મેનેજર કક્ષાના ઓફીસર પ્રતીક શાહ અને મનીષકુમાર શાહ દ્વારા રેકર્ડ પર ખોટું વેરીફીકેશન કરી બેંકની વિરુધ્ધમાં, અબડાસા તાલુકા ધિરાણ અને બચત મંડળી અને ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન તેમજ અર્પીત ઇન્ટરનેશનલ-મુંબઇને નાંણાકિય રીતે મદદ કરવા અને પોતે આર્થિક લાભ લેવાના હેતુથી તમામ આરોપીઓ સાથે કાવતરુ કરેલું. ફંડ પૈકીના ઘણા બધા ચેક જંયતી ઠકકર,ગીરીરાજસિંહ જાડેજા અને ભદ્રેશ મહેતાના મળતીયાઓ ચેતન વીનોદભાઇ ભીંડે અને મામદ સુમાર કુંભારના બેંક એકાઉન્ટ ચેક મારફતે પણ જંયતી ઠકકરની અર્પીત ઇન્ટરનેશનલ,મુંબઇ અને ભદ્રેશ મહેતાની ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન નામની કંપનીમાં પણ ટ્રાન્સફર કરવામાં આવેલા. ચેતન ભીંડે(ઠકકર)એ નલીયા ગેંગરેપ કેસનો આરોપી છે જયારે મામદ સુમાર કુંભાર એ પણ કે.ડી.સી.સી.બેંકના સી.આઇ.ડી.ક્રાઇમના આર્થિક કૌભાંડના કેસોનો આરોપી છે. આ તમામ લોકોએ ગુનાહિત કાવતરુ કરીને આર.બી.એલ.બેંક સમક્ષ બોગસ દસ્તાવેજો બનાવી, રજુ કરી, બેંક સાથે ઠગાઇ, છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને કરોડો રૂપિયાનું ધિરાણ બેંકમાંથી મેળવી અંગત ઉપયોગ માટે વાપરેલું. આ કૌભાંડ જાગૃત લોકોના ધ્યાન પર આવતાં તેમણે સી.આઇ.ડી.ક્રાઇમ, ગુજરાત સમક્ષ અરજી કરતાં આ અરજીની તપાસ દરમ્યાન આખુ કૌભાંડ પ્રકાશમાં આવેલ છે. તપાસ બાદ કોટનકીંગ ભદ્રેશ મહેતા અને જંયતીલાલ જેઠાલાલ ઠકકર ડુમરાવાળા સહિત ભદ્રેશ મહેતાના પત્ની,પુત્ર આર.બી.એલ.બેંક મુંબઇના બે અધિકારી પ્રતીક શાહ અને મનીષકુમાર શાહ, કે.ડી.સી.સી.બેંકના મેનેજર સંજય ત્રિપાઠી તેમજ ચેતન ભીંડે, ગીરીરાજસિંહ જાડેજા અને મામદ કુંભાર સામે ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧ર૦(બી), ૪૦૬, ૪૦૯, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને પ્રિવેન્સન ઓફ કરપ્સન એકટની કલમ ૧૩(ર) મુજબ તમામ આરોપીઓ સામે સી.આઇ.ડી.ક્રાઇમના ડિટેકટીવ પોલીસ ઇન્સ્પેકટરે રાજય સરકાર તરફે ફરીયાદ બનીને ગુનો દાખલ કરાવેલ છે. નોંધનીય છે કેદાખલ થયેલ આ ગુન્હાની આર્થિક કૌભાંડની ગંભીરતા અને કે.ડી.સી.સી.બેંક સાથે કૌભાંડ નજરે અદાલત સમક્ષ કાયદાકીય રીતે વ્યવસ્થિત અને મજબુત પેરવી કરવા માટે સી.આઇ.ડી.ક્રાઇમ દ્વારા કચ્છના ડી.જી.પી. અને યુવાન ધારાશાસ્ત્રી કલ્પેશ સી.ગોસ્વામી ના નામની પ્રપોઝલ રાજયના ગૃહ વિભાગને મોકલવામાં આવેલી. રાજય સરકાર દ્વારા ગૃહ વિભાગ અને કાયદા વિભાગ સાથે પરામર્શ કરીને આ તમામ ગુન્હાઓમાં કલ્પેશ સી.ગોસ્વામીની ખાસ જાહેરનામું બહાર પાડીને સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.  ગોસ્વામી હાલે જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીયુટર ના અગત્યના પદ પર પોતાની જવાબદારી વહન કરી રહયા છે. જિલ્લા ના ડી.જી.પી. ઉપરાંત ગોસ્વામી કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા વિરૂધ્ધના સી.આઇ.ડી.ક્રાઇમ, એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) અને ક્રાઇમ બ્રાન્ચ જેવી અગત્યની એજન્સીના કેસોમાં પણ રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પ્રોસીકયુટર તરીકે તેમની નિમણુંક કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, કલ્પેશ ગોસ્વામીની કેન્દ્ર સરકાર દ્વારા અગત્યના કેન્દ્રીય વિભાગો કસ્ટમ્સ ડીપાર્ટમેન્ટ, ડી.આર.આઇ. (ડાયરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સ), સેન્ટ્રલ એકસાઇઝ, સર્વિસ ટેક્ષ અને ડી.જી.જી.આઇ. વિગેરે એજન્સી તરફે પણ સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. સાથોસાથ નલીયા સામુહિક દુષ્કર્મ કાંડ માં કલ્પેશ ગોસ્વામીની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકેની જવાબદારી રાજય સરકાર દ્વારા સોપવામાં આવેલ છે. વિશેષમાં ગુજરાત રાજયમાં આંતકદવાંદ અને સંગઠીત ગુનાઓ માટે અમલમાં આવેલ નવા કાયદા “ ગુજસીટોક’’ ના અગત્યના કેસો ચલાવવા માટે પણ ગોસ્વામીની સ્પેશીયલ પી.પી.તરીકે નિયુકિત કરવામાં આવેલ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પોતાના મુન્નાની જેમ ઉછેર્યો છતાં એજ ઘરમાં કંકાસની લહેર ઉભી કરી…

Kutch Kanoon And Crime

ખારી નદી નજીક આવેલ પુલીયા પરથી પટકાયેલા બે અજાણ્યા યુવકોના મોત

ચકચારી હની ટ્રેપ મામલામાં આરોપી એડવોકેટ કોમલ જેઠવાએ આગોતરા જામીન માંગ્યા : આવતીકાલે સુનાવણી

Leave a comment