Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા

મોટી સિંધોડી દરિયાકાંઠા વિસ્તારમાં મરીન પોલીસની પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા. મોટી સિંધોડી દરિયાકાંઠાના જખ મંદિર પાસેથી 10 ચરસના પેકેટ ભરેલો પ્લાસ્ટિકનો કોથડો મળી આવ્યો હતો.

જેને જખૌ મરીન પોલીસના હવાલે કરી દેવાયો છે. સત્તાવાર રીતે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આજે સવારે મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરણ ચૌધરી, લોકરક્ષક પ્રવીણ વાઘેલા, એસ.આર.ડી.નાયક નરેન્દ્ર ગઢવી, એસ.આર.ડી., જવાન અશોક ગઢવી, રમેશ કોલી, રાજેશ કોલી, અશોક કોલી, નિતેશ કોલી, વગેરે દરિયાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જખ દાદા મંદિર નજીક દરિયાઈ પાણીમાં એક શંકાસ્પદ કોથળો દેખાતા આ કોથળાની તપાસ કરવામાં આવતા તેમાંથી અત્યાર સુધી મળી આવેલ ચરસના પેકેટો જેવા જ દસ ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ 10 ચરસના પેકેટ જખૌ મરીન પોલીસ સ્ટેશનનેં સોંપાયા બાદ જખૌ મરીન પોલીસ સ્ટેશન પી.એસ.આઇ., ડી.એસ.ઈશરાણીએ વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે પિંગલેશ્વરથી મોટી સિંધોડી દરિયાઈ કાંઠા પરથી અવારનવાર બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી રહ્યા છે પરંતુ એ સિવાયના આસપાસના વિસ્તારમાં અપવાદને બાદ કરતાં ચરસના પેકેટ કે એવી કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળતી નથી જેને સૂચક માનવામાં આવે છે કારણ કે આટલા માત્ર વિસ્તારમાં જ બિનવારસી હાલતમાં ચરસના પેકેટો તણાંઈ આવતા હોય અને બાકીના વિસ્તારમાં ન તણાતા હોય એ આશ્ચર્ય પમાડે તેવી બાબત છે..! ક્યારે સંબંધિત તંત્રએ વિચારવું જોઈએ કે ફકત અહી જ ચરસના પેકેટો દરિયામાંથી તણાઈ આવતા હશે..? માત્ર આ વિસ્તારના બદલે અન્ય આસપાસના દરીયા કિનારા પર કેમ આવા પેકેટો નથી મળતા તે ચકાસવું જોઈએ. કે પછી અહીંના આસ પાસના દરિયાઈ વિસ્તારોમાં અગાઉ પેકેટો આવી ગયા છે અને જેટલા પેકેટો સગે વગે થાય એટલા કરાતા હસે બાકી અહી બિનવારસી રાખી દેવાતા હસે એવું તો નથી થતું ને..? દરિયાઈ પાણીમાં અગર કોઈ વસ્તુ તણાઈને આવે તો એનો નક્કી ન હોય કે એ વસ્તુ આજે અહી આવી તો કાલે અહી આવે એ તો પાણીમાં તરતી તરતી કોઈ પણ કિનારે જતી રહે ત્યારે ફકત અને ફક્ત મોટી સિંધોડીના સુમસાન દરીયા કિનારે જ કેમ પકેટો તણાઈને આવી જાય છે વિચારવા જેવી વાત છે. (સ્થાનિક સળવળાટ સંભળાય છે)

પ્રકાશિત – નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો ધીરજ ગુમાવવા લાગ્યા…

Kutch Kanoon And Crime

મુંબઈના ઘાટકોપર વિસ્તારના અસલ્ફા ખાતે ગટરમાં પડીને મોતને ભેટેલી ક્ચ્છી ભાનુશાલી પરિણીતાના મામલે શંકા કુશંકાઓ સાથે તપાસની માંગ કરાઈ

Kutch Kanoon And Crime

શાસન, સતા અને “ભાગલા”… હિન્દૂ મુસ્લિમના “ભાગલા”…! અને હવે (સોશિયલ ડિસ્ટન્સ) માણસ માણસના “ભાગલા”..?

Kutch Kanoon And Crime

Leave a comment