Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchPoliticsSpecial Story

ભાજપના દિગ્ગજ અને નખત્રાણા વિસ્તારના ભરત સોનીએ આપ્યું રાજીનામુ

કચ્છ ભાજપના અગ્રણી અને પ્રદેશ ભાજપ ચૂંટણી ડેટા સમિતિના કન્વીનર ભરત સોનીએ આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કચ્છ આવે તે પહેલાં જ એકાએક રાજીનામું આપતા રાજકીય ચકચાર મચી ગયું છે.

આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ કચ્છ આવી રહ્યા છે જેમાં ભુજ ખાતે વિશાળ સભાનું આયોજન કરાયું છે ત્યારે આજે કચ્છ ભાજપના અગ્રણી અને પ્રદેશ ભાજપ ચૂંટણી ડેટા સમિતિના કન્વિનર અને નખત્રાણાના ભરતભાઈ સોની એકા એક રાજીનામું ધરી દેતા રાજકીય ચકચાર મચી ગઈ છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષને સંબોધીને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું મોકલી આપનાર ભરતભાઈ સોનીએ જોકે રાજીનામું પત્રમાં માત્ર અંગત કારણો થી રાજીનામું આપી રહ્યાનું જણાવી વધુ કોઇ સ્પષ્ટતા કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર રાજીનામું પત્ર વાયરલ થતા કંઈક ગરબડ હોવાની શક્યતા નિષ્ણાતો કહી રહ્યા છે. ભરતભાઈ સોનીના રાજીનામાઅે ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે ભારે ચકચાર જાગી છે અને શ્રી સોનીના રાજીનામા બાદ નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભારે વરસાદના કારણે વાગડ વિસ્તારના છેવાળાના ગામ એવા લાકડાવાંઢમાં 108 એમ્બ્યુલન્સ પણ ન આવી શકી..!!

Kutch Kanoon And Crime

કથિત ભ્રષ્ટાચાર મામલે બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સહિત દસ સભ્યો સસ્પેન્ડ

Kutch Kanoon And Crime

NIAનો સફળ ઓપરેશન : પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં આવેલ મુન્દ્રાના એક શખ્સને ઉપાડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment