હિન્દુ યુવા સંગઠન ભારતના નવમા સ્થાપના દિન નિમિત્તે અંજાર શહેર અને તાલુકાની ટીમ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંજાર શહેરના શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે શહેરના વિવિધ સ્થળોએ ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો. તથા બાલિકા પૂજન કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આવા ઘણા બધા સેવાકીય કાર્યો હિન્દુ યુવા સંગઠન ભારતના નવમાં સ્થાપના દિને કરવામાં આવ્યા હતા. આ સ્થાપના દિનની ઉજવણીને સફળ બનાવવામાં હિન્દૂ યુવા સંગઠન ભારતના પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ શ્રી પરેશભાઈ સારસ્વત, અંજાર તાલુકા પ્રમુખ શ્રી રાણાભાઇ આહીર, સહર પ્રમુખ હેતલકુમાર સોનપર, તાલુકા મંત્રી શ્રી ગૌતમભાઈ, શહેર મંત્રી નરવિરસિંહ રાણા, રાજેન્દ્રસિંહ જાડેજા, બ્રિજેનભાઈ ગોંડલીયા, શહેર ઉપાધ્યક્ષ ભરત પ્રજાપતિ, ચેતનભાઇ ઝાલા, કિશોર સોરઠીયા, તાલુકા ઉપાધ્યક્ષ ભગવાનભાઈ રબારી તેમજ શહેર અને તાલુકાના વિવિધ હોદ્દેદારો કાર્યકર મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી સાથે હિન્દુ સમાજને વધુને વધુ સંગઠિત કરી મજબૂત બનાવવા હિન્દુ સમાજના દરેક સમાજ ઉપયોગી કર્યોમાં સહભાગી થવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334