Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

કચ્છમાં બહુ ચર્ચિત હની ટ્રેપ મામલે વડોદરાથી યુવતીની ધરપકડ

કચ્છમાં ચકચારી હનીટ્રેપ અને 4 કરોડની ખંડણી માંગી આહીર યુવાનને આત્મહત્યા કરવા મજબૂર કરાયાની ઘટનામાં ગુના શોધક શાખા અને નખત્રાણા પોલીસે વડોદરાથી સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ મેલાભાઈ ચંદુભાઈ વસાવા નામની એક યુવતીને પકડી પાડી છે. સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રીધી વસાવાની ભૂમિકા આ ચકચારી ઘટનામાં શું છે તે અંગેની પૂછપરછ સાથે આવતીકાલે સ્નેહલને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે આ સાથે જ આ ચકચારી ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે મનીષા ગોસ્વામીનું નામ રહ્યું છે. નોંધનીય છે કે આ ઘટનામાં જે તે વખતે મુખ્ય સૂત્રધાર મનીષા ગૌસ્વામી ઉપરાંત દિવ્યા ચૌહાણ, અજય ચૌહાણ, આખલાક પઠાણ, ગુજ્જુ ગીરી ગોસ્વામી, આકાશ મકવાણા, કોમલ જેઠવા, રિદ્ધિ નામની એક છોકરી અને અઝીઝ સમા આ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો ત્યારબાદ એક પછી એક ધરપકડ સાથે અન્ય નામો ખુલતા ગયા છે ત્યારે હજુ પણ આ પ્રકરણમાં વધુ કેટલાક નામો ઉજાગર થાય તેવી શક્યતા જોવાય છે. તો રિમાન્ડ પર લેવાયેલ મનીષાની પૂછપરછમાં પણ હજુ ધડાકા ભડાકા થવાના બાકી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

રાપરના હમીરપર ગામે જૂથ અથડામણમાં 5 જણાની ઘાતકી હત્યા

Kutch Kanoon And Crime

ગૌતમ અદાણી અને ડૉ. પ્રિતી અદાણીએ હજારો અદાણીયન્સને યોગાભ્યાસ માટે પ્રેરિત કર્યા

હવેથી બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તા જોવા મળશે…

Kutch Kanoon And Crime

Leave a comment