Kutch Kanoon And Crime
ReligiousBhujKutch

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવશે

ભુજ: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ગરીબ અને શ્રમિક લોકોને પણ પોત પોતાના રોજબરોજના ધંધાર્થીઓને અસર થતાં સરકાર તથા કચ્છની સેવાભાવી સંસ્થાઓ દરેક રીતે લોકોને સમકક્ષ રીતે ઉપયોગી થઈ રહી છે.આ સેવાભાવી કાર્યક્રમમાં સ્થાનિક કલેકટરઓ તથા ઓફીસરો પોત પોતાના જિલ્લાઓમાં સરકારના દરેક આદેશને સંપૂર્ણ પણે આ લોક ડાઉનમાં લોકોને ઓછામાં ઓછી તકલીફો પડે તે રીતે મદદરૂપ થઈ રહયા છે.જે જે જગ્યાએ ગરીબો અને શ્રમિકો છે ત્યાં ખુદ પોલીસ તંત્ર,વહીવટી તંત્રના ઓફીસરો તથા કચ્છની સામાજીક સંસ્થાઓ આવા ગરીબ અને શ્રમિકોને ખુદ રાહત કીટ સુધીનું વિતરણ કરી રહયા છે.મંદિરે પણ કલેકટર તથા તંત્રનો સંપર્ક કરી આ રીતની રાહત કાર્યમાં સહભાગી થવા તૈયારી બતાવી હતી.આજે ભુજ સ્વામિનારાયણ મંદિરે મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજીની પ્રેરણાથી કચ્છ વિસ્તારમાં રહેતા ગરીબ તથા શ્રમિક પરિવારના લોકોને અન્નદાન કીટ વિતરણ કરવા માટે એક પરિવારને ચાલે તેવી પાંચસો અન્ન કીટ બનાવવામા આવેલ છે જે તંત્રને અર્પણ કરવામાં આવી છે, જેમાં ૪ કિલો ઘંઉનું લોટ ,૦૨ કિલો ચોખા,૦૧ કિલો મગની દાળ,૦૩ ખીચડી ચોખા ,૦૧ લિટર તેલ,૧૦૦ ગ્રામ હળદર ,૧૦૦ ગ્રામ મરચાં,૧૦૦ ગ્રામ ધાણા પાવડર,૧૦૦ ચા ,૦૧ કિલો ખાંડ જે મળીને દરરોજની સંપૂર્ણ જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહે એવી કિટો તૈયાર કરવામાં આવી છે.

આ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ જે તંત્રના આદેશ અનુસાર કચ્છના ગરીબ વર્ગ અને શ્રમિકોને વિતરણ કરવામાં આવશે. આજે આ કીટો કલેકટર અને તંત્રને સુપ્રત કરવામા આવી હતી, ત્યારે સામાજિક અગ્રણી દિલીપભાઈ ત્રિવેદી મંદિરના ઉપકોઠારી મુળજીભાઈ શીયાણી, શશીકાંતભાઈ ઠકકર,ધનજીભાઈ ભુવા,હિતેશ ખંડોલ ઉપસ્થિત રહયા હતા તેવું મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાસદાસજીએ જણાવ્યું હતું.

નિતેશ ગોર – 9825842334

Related posts

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસે શંકાસ્પદ ડીઝલ સાથે એક શખ્સને પકડ્યો

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ સ્ટેશન પી.આઇ. જે.એ. પઢીયારની જે.આઇ.સી.માં બદલી સાથે તપાસનો હુકમ કરાયો

Kutch Kanoon And Crime

Leave a comment