મુન્દ્રા બારોઇને નગરપાલિકાનો દરરજો મળતા ત્યાંના રહેણાક વિસ્તારમાં થઈ રહેલ ગેસ પાઇપલાઇનની કામગીરીને રોકવા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ભરત પાતારીયા દ્વારા એક વાંધા અરજી બાબતે મુન્દ્રા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું. આ ચાલી રહેલ કામગીરી તુરંત અટકાવવામાં આવે તેવી માંગ માજી સદસ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ભરત પાતારીયા દ્વારા ઉઠી રહી છે ત્યારે તંત્ર પાસે આવેદન પત્ર પણ આપવામાં આવેલ છે સ્થાનિકે આ કામગીરી કરી રહેલા સુપરવાઇઝરને આ ચાલી રહેલ કામગીરી બાબતે માજી સદસ્ય ભરત પાતારીયા દ્વારા પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ પાઈપલાઈન ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડની છે જે સમગ્ર ગેસ પાઇપલાઇન મુન્દ્રા તાલુકામાં આવેલ બારોઇ ગ્રામ પંચાયત કચેરી પાસેથી પસાર થઈ અદાણી કોલોની, ગોકુલધામ સોસાયટી, શ્રીજી નગર, ડાયમંડ સોસાયટી, મહેશ નગર, જેરામસર તળાવ સર્કલ થઇને ઝીરો પોઇન્ટ નજીક ભારત પેટ્રોલિયમના ખાનગી પંપ પર જશે તે બાબતે ભરત પાતારીયા દ્વારા એક વાંધા અરજી મુન્દ્રા પ્રાંત અધિકારીને આપવામાં આવેલ છે તો તેઓના વાંધા અરજીના ઉલ્લેખ પ્રમાણે આ ગેસ પાઇપલાઇન રહેણાક ધરાવતા વિસ્તારોમાંથી પસાર કરવામાં આવી રહી છે જેનાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ રહેલ છે ઉપરાંત સ્થાનિક ગેસ પાઈપ લાઈનની કામગીરી સંદર્ભે સત્તામંડળની કોઈ પણ જાતની મંજૂરી કે એન.ઓ.સી લેવામાં આવેલ નથી. ભરત પાતારીયા મુન્દ્રા બારોઇ ગ્રામ પંચાયત વિસ્તાર હાલના માજી સદસ્ય છે અને ક્ચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી પણ છે જેઓના વિસ્તારને હાલ નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. આ ગેસ પાઇપલાઇનના કારણે ભવિષ્યમાં આકસ્મિત દુર્ઘટના સર્જાઇ શકે છે સ્થાનિક નાગરિકોની જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે આ પાઈપલાઈન રહેણાંક વિસ્તારમાંથી પસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને સ્થાનિકે રહેતા લોકોનું જીવન ન જોખમાય ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના કે નુકસાની ઉભી ન થાય તે માટે આ ગેસ પાઇપલાઇનને રહેણાંક વિસ્તારથી દુર માનવ વસ્તી રહિત અને શહેરથી દક્ષિણ દિશા તરફ ઓછામાં ઓછા 500 મીટર દૂર આવેલ કોઇ પણ જગ્યા પસંદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જલ્દીથી આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ભરત કાનજીભાઈ પાતારીયા દ્વારા તંત્રને આપવામાં આવી છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334