Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

R.R. Cellની ઠંડી ઉડી… અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(રેન્જ સ્તરની ટીમને મળેલ બાતમી સાચી ઠરી તો બુટલેગરને પણ બાતમી મળી ગઈ કે પોલીસ આવી રહી છે એટલે એ પણ ભાગી છૂટ્યો)

એક બાજુ પૂર્વ કચ્છમાં બિન્ધાસ્ત પણે બિયરના ટીન લકઝરીના પેસેન્જરને જેવી રીતે ગામો ગામ બુમ બરાડા પાડીને બોલાવવામાં આવે તેવા જ નારા લગાડી પૂર્વ ક્ચ્છની ભર બજારે ધોળા દિવસે બિયર વેંચવા માટે એક ઇશમનો વીડિયો બન્યા બાદ વાયરલ થઈ રહ્યો છે તો આ વીડિયો જોયા બાદ રેન્જ સ્તરની ટીમની ઠંડી ઊડી ગઈ હોય તેમ પૂર્વ ક્ચ્છના અંજાર વિસ્તારમાં દારૂ પકડી પોતાની પીઠને પોતેજ થાબડી રહ્યા છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છની સુચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તારમા પ્રોહીની બદીને નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવાની સુચના અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખાનગી બાતમી હકીકત આધારે રેઇડ કરતા અંજાર મોમાયનગર રોડ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૭૬ કિ.રૂા. ૧,૦૯,૫૦૦/-નો એક મોબાઇલ ફોન કિ.રૂા. ૫૦૦/- ટોયોટા કંપનીની ગ્રે કલરની ઇનોવા કાર જેની કિ.રૂ ૫૦૦,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ. ૬,૧૦,૦૦૦/- આ દરોડામાં એક ઈસમ (૧) જમનશા કાસમશા શેખ ઉ.વ. ૩૩ રહે. મોમાયાનગર અંજારવાળાને પકડી પાડવામાં આવેલ  તો (૨) આલમશા આમદશા શેખ રહે હેમલાઈ ફળિયું અંજારવાળો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઇગ્લિશ દારૂનો જથ્થો જેણે મંગાવ્યો હતો તે (૩) જમાલશા ઉર્ફે ગઢો કાસમશા શેખ રહે – એકતાનગર અંજારવાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંજાર પોલીસને વધુ તપાસ  સોપાઈ છે. આ કામગીરી રેન્જ સ્તરની ટીમના પોલીસ ઇન્સ્પેકટર બી.એસ. સુથાર તથા પોલીસ સબ ઇન્‍સ્પેકટર જે.એમ. જાડેજા, એન.વી. રહેવર તથા પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, પો. કોન્સ ભાવિનભાઈ બાબરીયા, જનકભાઈ લકુમ, સામતાભાઈ પટેલ તથા ખોડુભા ચુડાસમા સાથે રહ્યા હતા.

સ્ટોરી : દિનેશ જોગી અંજાર દ્વાર

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

“આપણું માસિક, આપણી વ્યવસ્થા” હેતુ સાથે CSPC ધ્વારા માસિક દિવસની ડિજિટલ ઉજવણી કરવામાં આવ

ભુજમાં પોલીસ દ્વારા સીલ થયેલ ટેન્કરમાંથી બેઝ ઓઈલની ચોરીનો પર્દાફાશ જેમાં ભાજપ આગેવાન સહીત પાંચ સામે ફરીયાદ

Kutch Kanoon And Crime

આવતીકાલે મોટી સિંધોડી ગામની નદી પર બનનાર ‘કોઝવે’નું ધારાસભ્યશ્રીના હસ્તે ખાત મુહૂર્ત

Kutch Kanoon And Crime

Leave a comment