આદિપુરમાં 9’મા ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષના કિશોરને તેના પિતાએ મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરી ભણવામાં ધ્યાન આપવા ઠપકો આપતાં કિશોરને લાગી આવતા તેણે આત્મહત્યા કરી લીધી. ગઈ કાલે બપોરના અરસામાં આદિપુરના વૉર્ડ 4-એ’ માં રહેતાં રાજેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડના પુત્ર નીલયે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. નીલય મોટાભાગનો સમય મોબાઈલ ઓનલાઈન રહેતો હોઈ પિતાએ તેને ભણવામાં ધ્યાન આપવા કહ્યું હતું. પિતાના ઠપકાથી દીકરાને લાગી આવ્યું હતું અને તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું આદિપુર પોલીસની તપાસમાં સામે આવ્યું છે. એક બાજુ સરકાર ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરે છે તો વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ કેવી રીતે લઈ રહ્યા છે તે હવે તેઓના વાલીઓએ ધ્યાન રાખવું પડે પણ જો વધુ પડતો ઓનલાઈન નશો મગજમાં હાવી થઈ જાય (શિક્ષણનો હોય કે સોસિયલ મીડિયામાં ટાઈમ પાસનો) તો તે કેવા પરિણામ સર્જી શકે છે તે આ ઘટના પરથી સમજી શકાય.
સ્ટોરી : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334