Kutch Kanoon And Crime
Breaking NewsSpecial Story

અદાણી ટ્રાન્સમિશને પશ્ચિમ બંગાળમાં 1300 કરોડની એન્ટરપ્રાઇઝ મૂલ્યથી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન પાસેથી અલીપુરદુઆાર ટ્રાન્સમિશન હસ્તગત કરી

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે જુલાઈ 2020માં અલીપુર દુઆર ટ્રાન્સમિશન લિમિટેડનો 49% હિસ્સો હસ્તગત કરી લીધો છે જુલાઈ 2020 માં કરવામાં આવેલ કરાર મુજબ બાકીનો ૫૧ ટકા હિસ્સો ટૂંક સમયમાં ખરીદી લેવાશે. અલીપુરદુઆર ટ્રાન્સમિશન લિમિટેડ પશ્ચિમ બંગાળ અને બિહારમાં એકંદર 650 સર્કિટ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઈનનું સંચાલન કરે છે. આ ટ્રાન્સમિશન હસ્તાંતરણ થયાની સાથે હવે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનું એકંદર નેટવર્ક 15400 સર્કિટ કિલોમીટરથી વધુ થઈ ગયું છે એમાંથી 12200 સર્કિટ કિલોમીટર લાઈન કાર્યરત છે અને 3200 સર્કિટ કિલોમીટર જેટલી લાઈન અમલીકરણના વિવિધ તબક્કે પહોંચી છે. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા શેર હસ્તગત કરવાની કામગીરી જુલાઈ 2020ના કરાર પ્રમાણે થઈ રહી છે ઓર્ગેનિક અને એન ઇનોગેનિક તકો મારફત આ ઔધોગિક એકમના સહયોગીઓના મૂલ્યમાં વધારો કરવાની નીતિ અનુસાર આ હસ્તાંતરણ કરાયું છે. નોંધનીય છે કે અલીપુર દુઆર ટ્રાન્સમિશન લિમિટેડ પશ્ચિમ બંગાળ અને બિહારમાં એકંદર 550 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું સંચાલન કરે છે આ પ્રોજેક્ટ બીલ્ડ ઓન ઓપરેટ મેન્ટેસનના ધોરણે સ્પર્ધાત્મક બીડીંગ પ્રક્રિયાથી એનાયત કરાયો હતો. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડએ ભારતના સૌથી મોટા બિઝનેસ જુથ અદાણી જૂથનો હિસ્સો છે એટીએલની ગણના પ્રમાણે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની તરીકે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડને ગણવામાં આવે છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

આજે ભૂજ ખાતે કોવીડ વેકસીન માટે ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સની બેઠક યોજાઈ

Kutch Kanoon And Crime

કચ્છમાં કોરોના વાયરસ સામે તંત્ર સાબડું : માતાનામઢ, ના.સરોવર, કોટેશ્વર, તેમજ ધાર્મિક સ્થાનો 31 માર્ચ સુધી બંધ : ભુજ સ્વામિનારાયણ મંદિર 22 માર્ચના બંધ

Kutch Kanoon And Crime

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ

Kutch Kanoon And Crime

Leave a comment