Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchSpecial Story

ગુજસીટોક હેઠળના કેસો ચલાવવા માટે કચ્છમાં સ્પેશિયલ પી.પી. તરીકે કલ્પેશ ગોસ્વામીની વરણી

ગુજરાતમાં નવા અમલમાં આવેલો કાયદો ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એક્ટ 2015 મુજબ જે ગુના દાખલ થાય છે તે કેસો ખાસ અદાલત સમક્ષ ચલાવવા માટે રાજ્યમાંથી પાંચ ધારાશાસ્ત્રીઓની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે જેમાં કચ્છમાંથી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશ ગોસ્વામીની નિમણૂક કરાઇ છે. આ ખાસ કાયદા અનુસાર રાજ્યમાં આતંકવાદને નિયંત્રિત કરવા માટે અને સંગઠિત પ્રકારના ગુનાઓને કાબુમાં રાખવા તથા આ પ્રકારના અપરાધો સાથે જોડાયેલ અપરાધી ગુનેગારોના કેશો તપાસનીશ પોલીસ એજન્સીના કસો ચલાવવા માટે રાજ્ય સરકારે રાજ્યમાં અલગ અલગ પાંચ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી છે જેમા કલ્પેશ ગોસ્વામી નો સમાવેશ કરાયો છે. શ્રી ગોસ્વામી હાલમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે છેલ્લા સાત વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા વિરોધના સીઆઇડી ક્રાઇમ તથા એન્ટીકરપ્શન બ્યૂરો અને ક્રાઈમ બ્રાન્ચ ના કેસ લડ્યા છે કલ્પેશ ગોસ્વામી કેન્દ્ર સરકાર દ્વારા પણ અગત્યના કેન્દ્રીય વિભાગો જેવા કે custom ડીઆરઆઇ તથા સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વગેરે એજન્સીઓના કેસ પણ સરકારી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે લડી રહ્યા છે. નોંધનીય છે કે શ્રી ગોસ્વામી કચ્છના જાણીતા ધારાશાસ્ત્રી અને હવે ગાંધીનગર સ્થાયી થયેલા રત્નાકર ભાઈ ધોળકિયા પાસે તૈયાર થયા છે અને રત્નાકર ભાઈ ધોળકિયા પણ જિલ્લાના કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને ડીઆરઆઇ સહિતની સહિતની એજન્સી વતી કેસ લડ્યા હતા અને કચ્છના ચમર બંધ દાણચોર સહિતના આકાઓને કાયદાના સળિયા પાછળ ધકેલવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો તેમના હાથ નીચે તૈયાર થયેલા કલ્પેશ ગોસ્વામી પણ છેલ્લા સાત વર્ષથી સરકાર વતી ખૂબ મહત્વના કેસ લડી રહ્યા છે.

પ્રકાશિત – નિતેશ ગોર – 9825842334

Related posts

પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, કહીને ભારતને સાવધાન રહેવાની વણમાંઘી સલાહ આપનાર મણિશંકર ઐયર માનસિક સમતુલા ગુમાવી ચૂક્યા છે

ગઢશીશા – મિત્રો વચ્ચેના નાણાંના હિસાબના મનદુઃખે જીવ લીધો : પાર્ટનરે મિત્રની છરી મારી હત્યા કરી આત્મસમર્પણ કર્યું…

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ઈનરવીલ ક્લબ ઈનફિનિટી દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો…

Kutch Kanoon And Crime

Leave a comment