સૂત્રોના જણાવ્યા પ્રમાણે માંડવી તાલુકાના જખણીયા ગામમાંં ત્રણ સંતાનો સાથે પત્નીની હત્યા કરનાર આરોપી પતિની આસંબીયા સીમ વિસ્તારમાં લાસ મળી આવી. શિવજી ઉર્ફે જખુ પચાણ સંગાર જેના પર હત્યાની કલમો તળે ગુનો નોંધાયો હતો જે દરમ્યાન બે ચાર દિવસોથી માંડવી પોલીસ તપાસમાં હતી ત્યારે વણોઠી ડેમની બાજુમાં આવેલ જંગલ બાજુમાં જતા માનવ લાશની દુર્ગંધ આવતાં જંગલમાં જઇ તપાસ કરતા આરોપી શિવજી ઉર્ફે જખુ પચાણ સંગારની લાશ હોવાનું માલુમ પડતા પોલીસે લાસનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે શિવજી ઉર્ફે જખુ પચાણ સંગારે આત્મહત્યા કરી લીધાની પોલીસે અનુમાન લગાવ્યું છે આ ઘટનાની વધુ તપાસ માંડવી પોલીસ કરી રહી છે.
અહેવાલ : સુનિલ મોતા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334