ગાંધીધામ ખાતે ગત તારીખ 3’જી ડિસેમ્બરના રોજ ગટરના નાળામાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ મરણ જનાર મૂળ પાટણ તાલુકાના મણદ ગામનો અને હાલે બાપા સીતારામ નગર ગાંધીધામ ખાતે રહેતો પ્રિન્સ નરેશભાઈ સોલંકી હોવાની ઓળખ થયા બાદ આ લાશના પીએમમાં મરણ જનારની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરાયાનું ફલિત થયા બાદ હત્યાનો ગુનો નોંધીને ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરાઈ હતી આ દરમિયાન ચકચારી અને શંકાસ્પદ હત્યાની આ ઘટનાની તપાસ માટે ગુના શોધક શાખાને પણ જોડવામાં આવી હતી દરમિયાન તપાસ દરમિયાન એક આરોપી કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે કાંતિ ઉર્ફે રૂડો મંગા મુછડીયા રહેવાસી મુળ દાવરી તાલુકો રાપર હાલે બાપા સીતારામ નગર ગાંધીધામ વાળાની અટક કરી તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાતા આ હત્યાનો પર્દાફાશ થયો હતો પકડાયેલ આરોપી કાંતિ મુછડીયાની ઘનિષ્ઠ પૂછપરછમાં તેની સાથે અન્ય અજય ઉર્ફે ફૂટીઓ રમેશ પરમાર રહેવાસી તેરવાડા શિહોરી હાલે સીતારામ નગર ગાંધીધામ તથા કિરણ નાઠા પરમાર મૂળ ગામ થરા હાલે સીતારામ નગર ગાંધીધામવાળા હોવાનું સ્પષ્ટ થયા બાદ આ બંને આરોપીઓ રેલવે મારફત સુરત વડોદરા વિસ્તારમાં નાસી ગયાની હકીકત ધ્યાને આવતા સુરત વડોદરા રેલવે પોલીસને આ બંને યુવાનોના ફોટા સહિતની માહિતી મોકલી બંનેને પકડી પાડવા સહયોગ માગવામાં આવ્યા બાદ વડોદરા સુરત રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન સુરત નજીકથી બને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા એ બંને આરોપીઓનો કબજો મેળવી ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ સ્ટેશન P.I., એમ.ડી. ચૌધરી અને પૂર્વ કચ્છ LCB, PI., એન.એન. ચુડાસમા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા સ્થાનિકએ લાવી ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ મરણ જનારને ઓળખતા હોય અને તે કંપનીમાં નોકરી કરતો હોવાથી તેનું બનાવના દિવસે પગાર થવાનું હોય તેની પાસે પગારની રકમ હશે તેમ માની તેની પાસેથી રકમ પડાવા માંગતા હતા જે અંગે આરોપીઓ અને મરણ જનાર વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીઓએ મરણજનાર પ્રિન્સને માથામાં પથ્થર મારી તેની હત્યા કરીને લાશને ગટરના નાળામાં ફેંકી દીધી હતી આ પ્રમાણેની હકીકત બાદ પોલીસ દ્વારા આરોપીઓની વિશેષ તપાસ સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવા કાર્યવાહી હાથ ધરાય છે.
અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334