Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા નજીક હાઈવે પર આવેલ એક ઢાબા હોટેલ પાસેથી ઘઉંમાં સંતાડીને લઈ જવાતા બે કિલો ગાંજા સાથે બે ઈસમો ઝડપાયા

ગાંધીધામ થી મુન્દ્રા જતા હાઈવે ઉપર આવેલી હોટલો પૈકી કેટલીક ધાબા તરીકે ઓળખાતી હોટેલોમાં કેફી પદાર્થો વેચાતા હોવાની બાતમીના પગલે અગાઉ કેટલીક હોટલો પરથી કેફી પદાર્થો ઝડપાયા બાદ ફરી એકવાર પશ્ચિમ કચ્છ પોલીસ વડાને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસની ટીમે એસપીની સુચના અને માર્ગદર્શન મુન્દ્રા નજીક હાઈવે પર વોચ ગોઠવીને ગઇરાત્રે એક ધાબા હોટેલ પાસે આવીને ઊભી રહેલી ઘઉંની બોરી ભરેલી ટ્રકની તલાશી લેતા તેમાંથી ૨૦ હજારની કિંમતનો બે કિલો ગાંજો મળી આવ્યો હતો આ અંગે વિગતો આપતા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ એસ.જે .રાણાએ જણાવ્યુ હતુ કે તેઓ પૂર્વ બાતમીના આધારે હાઇવે પરની હોટેલો પર વોચ રાખી હતી તે દરમિયાન એક ધાબા નજીક આવીને ઊભી રહેલી ઘઉંની બોરી ભરેલી ટ્રકની તલાશી લેતા ટ્રકની કેબિનમાં થી 20 હજારની કિંમતનો ગાંજાનો બે કિલો જથ્થો મળી આવ્યો હતો આ અંગે જુસબ ફકીરમામદ નામના ઈસમ સહિત બે જણાને પકડી પાડવામાં આવ્યા છે અને મુન્દ્રા પોલીસના હવાલે કરી તેમની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે. આ બંને ઈસમની ધરપકડ સાથે ઘઉં ભરેલી ટ્રક કબ્જે કરવામાં આવી છે કુલ 11.16 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

સરહદી રેન્જ ભુજની આર.આર.સેલ. ટિમની પેટ્રોલીંગ ફળદ્રુપ : બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને ઝડપ્યો

Kutch Kanoon And Crime

“કોવીડ મહામારીમાં માનવતાના મશીહારૂપ હેલો સખીના કર્મવીરંગાનાઓને સો સો સલામ”

“આજ કાલ”ના ઉગી નીકળેલા યુ ટ્યુબ ન્યૂઝ ચેનલો સામે પણ થઈ શકે છે બદનક્ષીનો દાવો..!?

Kutch Kanoon And Crime

Leave a comment