IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનારા અવનવા નુસખા અપનાવી રહ્યા છે તેના ઉદાહરણરૂપ મુન્દ્રા ખાતે હરતીફરતી કારમાં IPL પર સટ્ટો રમાડતો એક યુવાન ઝડપાઈ ગયો હતો. આ અંગે પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે દુબઈમાં રમાતી IPL ક્રિકેટ મેચ પર કચ્છમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યાની હકીકત વચ્ચે મુન્દ્રા પોલીસને એક હરતી-ફરતી કારમાં ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની મળેલી બાતમીના આધારે ગોપાલ રાણસી ગઢવી નામના યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમી પ્રમાણે મુન્દ્રા ખાતે આવેલી એલાયન્સ હોસ્પિટલ સામે GJ 12 DA 9541 નંબરની કારમાં સટ્ટો રમાતો હોવાની બાતની પ્રમાણે તપાસ હાથ ધરાતા બાતની વાળી કારની અંદર લેપટોપમાં સટ્ટો રમાડતો ગોપાલ રાણસી ગઢવી નામનો શેખલીયાનો યુવાન 11,500/- રોકડ 10000/-નો લેપટોપ અને મોબાઈલ ઉપરાંત કાર સાથે કુલ 2.28 હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો આ યુવાન પોતાના લેપટોપમાં MOONEXH99 નામની એપ્લિકેશનમા આઈ.ડી. બનાવી સટ્ટો રમાડતો હતો. આ કગીરીમાં મુન્દ્રા પી.આઈ., જે.આર. પઢીયાર, પી.એસ.આઈ., બી.જે. ભટ્ટ, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, જયેન્દ્રસિંહ ઝાલા, મુકેશ ભાડકા, પો.કોન્સ. જયદેવસિંહ ઝાલા, કપીલ દેસાઈ સાથે રહ્યા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334