Kutch Kanoon And Crime
BhachauBreaking NewsCrimeGujaratKutch

ભચાઉના ભુજપુર પાસે નર્મદા કેનાલમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો…

112 પર કોલ મળતા ભચાઉ ફાયર ટીમ દોડી આવી, ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામા આવ્યો…

ભચાઉ તાલુકાના ભુજપુર નજીક આવેલી નર્મદા કેનાલમાંથી વહેલી સવારે એક પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિકોએ 112 પર જાણ કરી હતી. માહિતી મળતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમના જવાનોએ કેનાલમાં ઉતરી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ પ્રવીણ નાનસિંગ નાયક તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેને દુધઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ સ્ટાફ તેમજ 112ની ટીમ પણ હાજર રહી હતી. આ રેસ્ક્યુ કામગીરીમાં દાફડા પ્રવીણ, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી સમગ્ર ઘટનાને લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહ કેનાલમાં કેવી રીતે પહોંચ્યો તે અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા…

Related posts

શાસન, સતા અને “ભાગલા”… હિન્દૂ મુસ્લિમના “ભાગલા”…! અને હવે (સોશિયલ ડિસ્ટન્સ) માણસ માણસના “ભાગલા”..?

Kutch Kanoon And Crime

અલગ અલગ થીમ પર નવ દિવસ ચાલી ઘનશ્યામ બાળ પારાયણ

કચ્છ : લખપતના હરામીનાળા પાસે જોવા મળ્યા બે પાકિસ્તાની ડ્રોન…

Leave a comment