Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

આદિપુરના મુંદ્રા સર્કલ પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળતાં ચકચાર…

જાહેર માર્ગ પર બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસ દોડી આવી : મોતનું કારણ અને ઓળખ મેળવવા તપાસ શરૂ…

ગાંધીધામ તાલુકાના આદિપુરમાં ધમધમતા મુંદ્રા સર્કલ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓની નજર મૃતદેહ પર પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં આદિપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જાહેર માર્ગ પર અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતાં તેના મોતને લઈને વિવિધ તર્કવિતર્કો શરૂ થયા છે. જોકે, યુવકનું મોત અકસ્માતના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર, તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. આદિપુર પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ થયા બાદ તેના પરિવારજનો સુધી પહોંચવા અને મોતના સાચા કારણ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા

Related posts

ભુજમાંથી ગેર કાયદેસર દેશી બંદૂક બનાવવાનું કારખાનું મળી આવ્યું : એક ઇસમ ઝડપાયો

Kutch Kanoon And Crime

માંડવી તાલુકાના પીપરી ગામેથી રૂપિયા 1.65 લાખના દાગીનાની ચોરી કરનાર ગણતરીના સમયમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસને શંકા જતા ટેન્કરમાં ભરેલ પેટ્રોલિયમ પદાર્થને પકડી પાડયું

Kutch Kanoon And Crime

Leave a comment