Kutch Kanoon And Crime
Breaking NewsGujarat

ગાંધીધામના 300 ગરીબ પરિવારોની માંગ વચ્ચે 10 દિવસની ભૂખહડતાલનો અંત… સત્યની આખરે જીત…

તંત્ર દ્વારા કેટલીક માંગણીઓ લેખિતમાં સ્વીકારતા તથા તાત્કાલિક રહેણાંકની ખાતરી બાદ ધરણા-ભૂખહડતાલનું પારણું…

ગાંધીધામના 300 ગરીબ પરિવારોને ઘર અને પુનર્વસનની સુવિધા આપવાની માંગને લઈને છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ધરણા તથા ભૂખહડતાલનો આજે સમાપન કરવામાં આવ્યો છે. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, કચ્છ વહીવટી તંત્ર દ્વારા તેમની કેટલીક માંગણીઓ લેખિતમાં સ્વીકારવામાં આવી છે. સાથે જ 300 ગરીબ પરિવારોને રહેવા માટે તાત્કાલિક રહેણાંકની સગવડ ઉપલબ્ધ કરાવવા અંગે પણ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.  તંત્ર તરફથી મળેલી લેખિત સ્વીકૃતિ તેમજ તાત્કાલિક રહેણાંક વ્યવસ્થા અંગેની ખાતરી બાદ છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ધરણા અને ભૂખહડતાલનું આજે પારણું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંદોલન સાથે જોડાયેલા લખન ધુવાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર આંદોલનમાં સાથ, સહકાર અને સમર્થન આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

Related posts

કચ્છ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાએ કચ્છના લોકોને વધુમાં વધુ મતદાન કરવા કચ્છી ભાષામાં અપીલ કરી

Kutch Kanoon And Crime

કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પદ પરથી આખરે રાજીનામું…

ગત 26’જાન્યુઆરી 2020ના રાત્રે જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાની સાથે પકડાયેલ ૧૭૫ કરોડની કિંમતના હેરોઇન કાંડમાં સંડોવાયેલા મનાતા ક્ચ્છના મુખ્ય સૂત્રધાર શાહિદ કાસમ સુમરા દિલ્હી એરપોર્ટ પર પકડાયો

Leave a comment