Kutch Kanoon And Crime
Breaking NewsKutchMundra

મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગી અગ્રણીના પુત્રને ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ઉઠાવી લેવાયો..?

મુન્દ્રા શહેર કોંગ્રેસના પ્રમુખ અને એડવોકેટ કાનજીભાઈ સોંધરાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગઈ રાત્રે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી ટીમ દ્વારા મુન્દ્રા બારોઇ નગરપાલિકા કાઉન્સિલર અને કોંગ્રેસ અગ્રણીના પુત્ર ઇમરાન સલીમભાઈ જતને મુન્દ્રાના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કોઈપણ જાતની સૂચના આપ્યા વિના કે જાણ કર્યા વિના એકાએક નંબર પ્લેટ વગરની લક્ઝરીયસ કારમાં ઉઠાવી જવાયો છે. તેમણે પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોલીસની આવી કાયદા વિરુદ્ધની કાર્યવાહી વ્યાજબી નથી અગર કોઈ ગુનો છે તો તેની જાણ જેની અટક કરવાની હોય તેને અથવા તેના પરિવારને કરવાની હોય છે પરંતુ આમાં કોઈ પણ જાતની જાણ કર્યા વિના કે સૂચના આપ્યા વિના અપહરણ કરી ઉઠાવી જવું તે વ્યાજબી નથી અને આવી કાર્યવાહીથી પ્રજામાં ભય ફેલાય છે તેમ જણાવતા મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ સોંધરાએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તો બીજી તરફ આ ઘટનાને લઈને મુન્દ્રા સહિત સમગ્ર કચ્છમાં ભારે ચકચાર સર્જાઇ છે અને તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં ગઈકાલે ગાંધીધામ ખાતે બનેલી એક વેપારીની અપહરણની ઘટનાને લઈ શું આ ઘટના સાથે મુન્દ્રાના એ વ્યક્તિનો કોઈ સંબંધ છે કે કેમ તેવી ચર્ચા એ જોર પકડ્યું છે તો બીજી તરફ સોપારીકાંડ પણ ચર્ચામાં આવ્યું છે જે હોય તે પરંતુ આ આખા પ્રકરણ પાછળ કંઈક ચોંકાવનારું ચિત્ર બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. વિશેષ ઉલ્લેખનિય છે કે કોંગ્રેસી સલીમ જત મુન્દ્રા પંથકમાં મોટું માથું ગણાવાય છે અને ઇમરાન જત સલીમ જતનો પુત્ર છે હવે જોવાનું એ છે, કે આ ઘટનામાં શું બહાર આવે છે.

અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા 

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

મિરઝાપર હત્યા મામલો : સગી જનેતાએ અનૈતિક સંબંધ મામલે આડે આવતા પુત્રની હત્યા કરાવ્યાનો ઘટસફોટ

Kutch Kanoon And Crime

મુંબઇથી માંદરે વતન ક્ચ્છ તરફ આવનાર દરેક મુંબઇઘરા કચ્છીજન નિયમનું પાલન કરે : માંદરે વતનમાં તેમનું સ્વાગત છે

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ઉગેડી ગામે ડિજિટલ ક્લાસ શરૂ કરાયા

Leave a comment