Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

નાના કપાયામાંથી કેટલફિડ (મરઘાના ચણ)નો જથ્થો ઝડપાયો

મુન્દ્રા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ અને અશોક કનાદને બાતમી માહિતી મળી હતી કે કેટલફીડ (મરઘાનું ચણ)નો શંકાસ્પદ જથ્થો નાના કપાયા ગામના શખ્સે છુપાવીને રાખ્યો છે જે આધારે મુન્દ્રા પોલીસ મથકના ઇન્ચાર્જ ઇન્સ્પેકર બી.જે.ભટ્ટ સહિતનો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો આ ચણનો જથ્થો જીતુભાઇ ગઢવીના ભાળા પેટે રખાયેલ ઓરડીમાંથી મળી આવ્યો હતો. આ બાબતે પૂછપરછ કરવામાં આવતા બિલો કે અન્ય આધારો આપી ન શકતા આરોપી મહાદાન ધુખળદાન ગઢવી ઉ.વર્ષ.૪૮ રહે.પંચાયત ભવનની સામે નાનાકપાયા તાલુકો મુન્દ્રા મૂળ રહે.દેદુડી તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠાને બોરી નંગ.૧૩૦ કિંમત રૂ.૧,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ સી.આર.પી.સી ની કલમ ૧૨૦ મુજબ ફરિયાદ દાખલ કરીને આ કેટલફિડ (મરઘાના ચણ) નો જથ્થો ક્યાંથી મેળવેલ છે અથવા ક્યાંથી ચોરાયેલ છે તે બાબતે પોલીસ દ્વારા આગળની તપાસ હાથધરવામાં આવી છે આ કામગીરીમાં મુન્દ્રા ઇન્ચાર્જ પી.આઈ. બી.જે.ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ઝાલા, અશોક કનાદ સાથે કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ જોડાયા હતાં.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સુરેન્દ્રનગરમાં બિશ્નોઇ ગેંગના બે યુવાનો સહિત એક અબડાસાનો યુવાન 17.60 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપાયા

મુન્દ્રા બારોઇ વિસ્તારમાંથી પસાર થતી ગેસ પાઇપ લાઇનને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી

Kutch Kanoon And Crime

વિચાર તો કરો RTO અધિકારી પેસેન્જર છકડામાં બેસીને શેખપીરથી ભુજ કચેરીએ આવ્યા…!?

Kutch Kanoon And Crime

Leave a comment