Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratSpecial Story

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં દરેક જવાબદાર અધિકારી મંત્રીઓને સજા આપો : વાલીઓનો આક્રોશ…

સમગ્ર ગુજરાત અને ભારતભરમાં હાહાકાર મચાવનાર રાજકોટ અગ્નિકાંડ જેમાં 28 થી વધુ લોકોનો જીવ ગયા છે તેમાં જવાબદાર એક એક અધિકારીઓને જેલ ભેગા કરી સજાએ મોત આપો ત્યારે જ અમારા બાળકોની આત્માને શાંતિ મળશે આવું હૈયાફાટ રુદન સાથે માવિત્રોએ સરકાર સમક્ષ વ્યથા ઠાલવી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગી ત્યાં સુરક્ષાના કોઈ પણ સાધનો નહોતા સુરક્ષાને લઈને કોઈ સ્થળ પર અધિકારી કે TRP કંપની દ્વારા નિમણુક સર્ટી ફાઇડ ઓફિસર હાજર હતા કે નહિ..? જો હતા તો તેઓ કેમ આગ ઓલવવામાં નિષ્ફળ રહ્યા..? TRP ગેમ ઝોનનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે જે જે અધિકારીઓએ ગેમ ઝોનની મુલાકાત લીધી હતી કે પછી કોઈ પાર્ટીમાં ગયા હતા તેઓને ગુલદસ્તા સિવાય કશું દેખાયુ કેમ નહિ..?

કે પછી આંખો પર ગુલદસ્તાની પટ્ટી બાંધીને શુભેચ્છા આપવા આવ્યા હતા..? આ IAS, IPS, જેવા અધિકારીઓ જો આવી ભૂલ (ચેકીંગ ન કરી) સ્વીકારી લેતા હોય તો સૌ પ્રથમ આવા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈયે જેઓના કારણે અને જેઓના શુભેચ્છા સંદેસા સાથેના ફોટાઓ જોઈને આમ પ્રજા અહી TRP ગેમ ઝોનમાં સબ સલામત છે તેવું સમજી જીવનની હસી ખુશીની પળો વિતાવવા આવી હસે. આ અગ્નિકાંડમાં એકે એક વ્યક્તિ સામે કડકમાં કડક સજા થવી જોઈયે તેવી માંગ સૌ પ્રજાજનો કરી રહ્યા છે. આમાં એકે એક જવાબદાર વ્યક્તિને સજા મળવી જોઈયે જેઓ સમજ્યા, જાણ્યા અને ચેકીંગ કર્યા વગર આવા અનઅધિકૃત બાંધકામ અને સેફટીના લાઇસન્સ મેળવ્યા વિના પોતાની દુકાનો ચલાવતા હોય છે. જ્યાંથી સુરક્ષાને લગતા લાઇસન્સ ઇસ્યુ થાય છે તેવા તંત્ર/અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈયે. પછી TRP ગેમ ઝોનમાં કોણ કોણ સામેલ છે તેના સંચાલકો સહિત જવાબદાર મંત્રીઓ સુધી આ સમગ્ર ઘટનામાં પગલા લેવા જોઈયે. કેમ કે નગર નિયોજન અને સુરક્ષાને લગતા ભારત દેશમાં મંત્રી પદ હોય છે તેવા મંત્રીઓની પણ એટલી જ જવાબદારી બને છે, કે તેઓની જનતા સુરક્ષિત છે કે નહિ. આવા દરેક લોકો સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ આમ પ્રજાજનો દ્વારા ઉઠવા પામી છે. વધુમાં આવા અધિકારીઓ જેઓએ TRP ગેમ ઝોનના શુભારંભ સમયે હાજર રહ્યાં હતાં અથવા તો કોઈ પ્રસંગની મુલાકાત સમયે શુભેચ્છાઓ પાઠવી હતી તેવા અધિકારીઓને ડીસમિસ કરી સમગ્ર મિલકત જપ્ત કરી ધાક બેસાડતા પગલા લેવા જોઈયે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજના દાદુપીર રોડ પર પતિ દ્વારા પત્નીની હત્યા : ઘરકંકાસનો ઘાતક પરિણામ…

Kutch Kanoon And Crime

ગઢશીશા – મિત્રો વચ્ચેના નાણાંના હિસાબના મનદુઃખે જીવ લીધો : પાર્ટનરે મિત્રની છરી મારી હત્યા કરી આત્મસમર્પણ કર્યું…

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ત્રણ વર્ષીય માસુમ બાળકી ગુમ થયા બાદ મૃત હાલતમાં મળી આવી

Kutch Kanoon And Crime

Leave a comment