Kutch Kanoon And Crime
Breaking NewsCrimeIndiaSpecial Story

ગત 26’જાન્યુઆરી 2020ના રાત્રે જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાની સાથે પકડાયેલ ૧૭૫ કરોડની કિંમતના હેરોઇન કાંડમાં સંડોવાયેલા મનાતા ક્ચ્છના મુખ્ય સૂત્રધાર શાહિદ કાસમ સુમરા દિલ્હી એરપોર્ટ પર પકડાયો

(દુબઈ થી દિલ્હી આવતા એરપોર્ટ પર એટીએસે ઝડપી લીધો)

(શાહિદ પકડાઈ જતા હેરોઇન કાંડમાં કચ્છમાં પણ સનસનીખેજ ઘટસ્ફોટ થવાની શક્યતા)

ગત જાન્યુઆરી 2020ની રાત્રે ગુજરાત ATS અને પશ્ચિમ કચ્છ પોલીસની S.O.G. ટીમ દ્વારા પાકિસ્તાનથી આવતી ઝમઝમ નામની બોટને આંતરી કચ્છના જખોના દરિયામાંથી પાંચ પાકિસ્તાનીઓને પકડી પાડીને બોટમાંથી ૧૭૫ કરોડની કિંમતનું હેરોઇન કબજે કર્યું હતું એ ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે શાહિદ કાસમ સુમરા નામના શખશનું નામ ખૂલ્યું હતું આ ઘટના બાદ સ્થાનિક અન્ય બે શખ્સોના નામ પણ ખુલતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા પરંતુ શાહિદ કાસમ સુમરા વિદેશમાં હોઇ એ હાથમાં આવ્યો નહોતો આ ૧૭૫ કરોડની કિંમતના હેરોઇન કાંડમાં જે તે વખતે તપાસ દરમિયાન મુંબઈથી પંજાબ સુધીના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. દરમિયાન આજે વિતેલી રાત્રિ દરમિયાન વહેલી સવારે દુબઈથી આવેલી ફ્લાઈટમાં શાહિદ સુમરા આવી રહ્યાની બાતમીના આધારે ATS વોચ ગોઠવતા શાહિદ સુમરા ને દિલ્હી એરપોર્ટ પર પકડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન શાહિદ પકડાઈ જતા કચ્છમાં પણ સનસનાટી વ્યાપી ગઈ છે આ અંગેની માહિતી મળ્યા બાદ કચ્છમાં એજન્સીઓમાં પણ તપાસના ચક્રો ગતિમાન થયા છે જેને લઇને આગામી દિવસોમાં કચ્છમાં સનસનીખેજ ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાય છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પશ્ચિમ ક્ચ્છ પોલીસ ભુજ વિભાગના ડી.વાય.એસ.પી., જે.એન. પંચાલની નિગરાનીમાં પ્રજા સુરક્ષિત છે તે સાબિત થઈ ગયું

Kutch Kanoon And Crime

અબડાસા : નદી પર બનનાર કોઝ વે’ ના 5 કરોડ 40 લાખ દોઢ મહિનામાં ઓછા લાગ્યા..!!? ધારાસભ્ય અંધારામાં..!!?

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસની સફળ પેટ્રોલીંગ… બાઇક અને કેબલ ચોર ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment