પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ. ડ્રાઇવના ભાગે જીલ્લામાં દારૂ/જુગાર જેવી ગેરકાયદેસર પ્રવુતિના કેશો શોધવા સુચના કરેલ જેનો અમલ કરવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી જી.કે. વહુનીયાને ખાનગી બાતમી મળેલ કે, એક કાળી તાલપત્રી બાંધેલ સફેદ કલરની બોલેરો પીકઅપ/ડાલુ ગાડી વિદેશી દારૂ ભરી ગાંધીધામથી ચિત્રકુટ સર્કલ અંજાર થઇ ભુજ તરફ આવવા નિકળેલ છે જેના આધારે વોચમાં રહી રેઇડ કરતા “જીજે ૦૧ ડીવાય ૮૫૧૫” વાળી બોલેરો પીકઅપ ગાડી પકડી પાડી સાથે મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જેમાં આરોપી તરીકે (૧) બોલેરો મેક્સી ટ્રક પ્લસ (પીકઅપ) વાળીનો ચાલક તેમજ કબ્જે કરેલ મુદામાલ (૧) બોલેરો મેક્સી ટ્રક પ્લસ (પીકઅપ) “જીજે-૦૧-ડીવાય-૮૫૧૫” વાળી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નગ-૦૧ કિ.રૂ.૫૦૦/- (૩) ભારતીય બનાવટીના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૯૪૮ કિં રૂ.૩,૩૧,૮૦૦/- કુલ કિંમત રૂપિયા:- ૬,૩૨,૩૦૦/- આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી જી.કે.વહુનિયા સાથે પોલીસ હેડ કોન્સ.જયુભા જાડેજા, વિરેન્દ્રભાઇ પુરોહિત, પોલીસ કોન્સ. દિગ્વીજયસિંહ જાડેજા, બાલુભાઇ ગરેજા, વનરાજસિંહ દેવલ, દિલીપભાઇ ચૌધરી સાથે રહ્યા હતા.
અહેવાલ : દિનેશ જોગી – અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334