ચકચારી હની ટ્રેપ અને દિલીપ આહીરની આત્મહત્યા મામલામાં પકડાયેલ વડોદરાની સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ વસાવાના અદાલતે આજે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે LCB, PI, શ્રી ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રીધીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે રિદ્ધિની પ્રાથમિક પૂછપરછમાં તેણી દીક્ષિત સાથે સંપર્ક ધરાવતી હોવાથી આ હની ટ્રેપ કાંડમાં સામેલ થઈ હતી અને ભુજ આવ્યા બાદ અંજારના એડવોકેટ આરોપી આકાશ મકવાણા સાથે સંપર્ક કરી પકડાયેલ આરોપી અઝીઝ સમા સાથે ભુજ આવી હતી. આ રીતે તેની પ્રાથમિક પૂછપરછમાં ભૂમિકા સ્પષ્ટ થઈ છે ત્યારે હજુ તેણીના રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન વધુ વિગતો ખુલવાની શક્યતા પણ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334