મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ અધિક્ષક ડી.એસ. વાઘેલા અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં દારૂ અને જુગાર જેવા કેશો શોધવા સુચના કરેલ હોય જે અન્યવે પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકીને બાતમી મળેલ કે મુન્દ્રા અંજાર હાઈવે પર આવેલ વિજય બિહાર હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં એક એસાર પાર્સિંગ કન્ટેનર પાસે અમુક ઇસમો ઇંગ્લિશની દારૂની પેટીઓ સગેવગે કરી રહ્યા છે જે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં પકડાયેલા આરોપી ટ્રક ચાલક રોહિતકુમારસિંહ દેવેન્દ્ર બહાદુરસિંહ ઉં.વ. 32 બિહારનો અને યુપીનો આરોપી અરૂણભાઇ શીવનભાઈ આચાર્ય ઉ.વ. 25 રહે કિડાણા તાલુકો ગાંધીધામ હાજર ન મળી આવેલ આરોપી જીતુભાઈ મધુસુદન મેઘપર બોરીચી તથા તપાસમાં નીકળે તે કબજે કરેલ મુદ્દામાલ 750 એમ.એલ.ની જુદી-જુદી બ્રાન્ડની કંપનીની સીલબંધ બોટલ નંગ 480 કિંમત 1,98,600/- ચાવલ ચોખાના 40 કિલ્લાના આશરે નંગ 595 આશરે કિંમત 7,37,800/- રોકડા રૂપિયા 7,500/- મોબાઈલ, ટ્રેલર એસ.આર. 55 એસી 6926 કી 20,00,000/ એમ કુલ કિંમત 29,53,900/- આ કબ્જે કરવામાં આવેલ. કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ, એ.જી. સોલંકી સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ પુરોહિત, જયુભા જાડેજા, અશોક સદાસિયા, પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઇ ગરેજા, દિગ્વિજયસિંહ જાડેજા, વનરાજસિંહ દેવલ તથા અનિલભાઈ ચૌધરી સાથે રહેલ હતા.
સ્ટોરી : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)