રેન્જ આર.આર.સેલ ટિમ દ્વારા બોર્ડર રેન્જ આઈ.જી. શુભાસ ત્રિવેદીની સૂચનાથી ભુજ જથ્થાબંધ માર્કેટમાં બે અલગ અલગ કોમ્પલેક્ષમાં આવેલ રામદેવ ટ્રેડર્સમાંથી 1708 ભીલી ગોળ કીંમત 6,83,200/- અને જીજ્ઞા ટ્રેંડર્સમાંથી 728 ભીલી ગોડ કિંમત 2,91,200/-નો જથ્થો કબ્જે કરી એફ.એસ.એલ તેમજ નશાબંધી ઓફિસરોને સ્થળ ઉપર બોલાવી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી બી/ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. જેમાં 9,74,400/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે આ કામગીરીમાં પી.કે. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.સેલ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ પ્રતાપભાઈ રાયગોર, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધ ચંદ્રસિંહ જાડેજા, સ્ટ્રાઇકિંગ ફોર્સના પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા જોડાયેલા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર 9825842334
(જાહેર ખબર)