( અહેવાલ : કાંતિ ગોર)
(બેખૂદી બે સબબ નહીં ગાલિબ : કુછ તો હૈ જિસકી પડદાદારી હૈ..!!!)
છેલ્લા પાંચ મહિનાથી એટલે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન અમદાવાદમાં યોજાયેલી રેલી પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ધારદાર અને જુસ્સા ભરી સ્પીચ અને પર્સનાલિટી પછી હવે ચિંતિત ચહેરા સાથેના બોડી લેંગ્વેજમાં જમીન આસમાનનો ફેર પડી ગયેલો સ્પષ્ટ દેખાઈ આવે છે તેમના ચહેરા પરની ચિંતાની રેખાઓ સ્પષ્ટ રીતે કડી શકાય છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીની સ્પીચ અને બોડી લેંગ્વેજમાં આવેલો ફેરફાર કંઈક સંકેત આપી જાય છે. કેન્દ્રની સરકારમાં સત્તા પક્ષને સ્પષ્ટ બહુમત છે ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં સાથી પક્ષોને જરૂર સાથી બનાવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એકલીને સ્પષ્ટ બહુમત છે અને એકલા હાથે સત્તા ચલાવવા માટે સક્ષમ છે સાથી પક્ષો અગર વિરોધમાં જાય કે સત્તામાંથી હટી જાય તો પણ સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીને સરકાર તૂટવાનો ભય નથી. બીજી તરફ સીમા વિવાદોને સંબંધ ચીન અને પાકિસ્તાન સામેના વિવાદોને લાગે વળગે છે ત્યાં સુધી આપણા સૈન્યની ત્રણે પાખો સીમા સલામતી માટે સંપૂર્ણ સક્ષમ અને તૈયાર છે તેથી સીમાની ચિંતા પણ નથી દેશના અર્થતંત્રને સંબંધ છે ત્યાં સુધી દેશનું અર્થતંત્ર પણ એટલું નીચું નથી ગયું કે તેની ચિંતા હોય ત્યારે સવાલ એ છે કે પ્રધાનમંત્રી શ્રી મોદી જુસ્સાદાર સ્પીચ અને બોડી લેંગ્વેજમાં ચિંતિત કેમ દેખાય છે. પ્રધાનમંત્રી શ્રી મોદી ગત તારીખ 17મી જુલાઈ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના સત્ર અને Covid-19 મહામારી પછી પ્રથમ વખત બહુ પક્ષીયતા વિશે ઓનલાઇન સંબોધન કરતી વખતે તેમના ચહેરા પરની બોડી લેંગ્વેજ કંઈક અલગ દેખાઈ હતી. સિંહ જેવી ત્રાડ પાડનાર શ્રી મોદી જેવા વ્યક્તિત્વના ચહેરા પર ચિંતાની રેખાઓ બેખૂદી બેસબબ દેખાતી હતી જેમા “કુછ તો હૈ જિસકી પરદાદારી હૈ” ના સ્પષ્ટ સંકેત તરી આવતા હતા ત્યારે પ્રશ્ન જરૂર થાય કે શ્રી મોદી ચિંતિત કેમ છે શું દેશમાં કોરોના મહામારીની ચિંતા છે શું દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ આગામી સમયમાં દેશમાં મુશ્કેલી સર્જે તેવા સંકેત દેખાઈ રહ્યા છે જો આ ચિંતા હોય તો દેશની જનતાએ પણ સાવધાન થઈ જવાની જરૂર છે. દેશની ૧૪૦ કરોડ જનતાએ આ બાબતને ગંભીરતાથી લેવું જોઈએ અને દેશના નેતાની ચિંતાના ભાગીદાર થવું જોઈએ સરકારે આ મહામારી દેશની જનતાને બચાવવા શક્ય તેટલા તમામ પગલાં લીધા છે એ દેશની જનતાએ યાદ રાખવું જોઈએ ધંધા રોજગાર ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર વગેરે બંધ રાખી લોકડાઉન પછી અનલોક કરીને કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ કરોડો અબજોની આવક ગુમાવીને પણ દેશના નાગરિકોના જીવ બચાવવાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે અને Covid-19 સારવાર માટે કરોડોના ખર્ચે દેશભરમાં કાયમી અને હંગામી વ્યવસ્થા ઉભી કરી છે પરંતુ તેમ છતાં દેશના નાગરિકોની બેદરકારીના કારણે કોરોના સંક્રમણમાં સતત ચિંતા જનક વધારો થઈ રહ્યો છે એ હકીકત છે ત્યારે શ્રી મોદીના ચહેરા પરની ચિંતા એના સિવાય બીજી કોઇ હોઇ શકે નહીં. આ વાત સમજી આપણે સૌએ દેશના નાગરિકોએ ફરજ સમજીને કોરોના મહામારી ન ફેલાય તે માટે સજાગ અને સતર્ક રહેવું પડશે. નોંધનીય છે કે દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અનેક દેશો જેવા કે અમેરિકા જેવા દેશમાં પણ કોરોના મહામારીના પગલે મરણ જનારાઓની સંખ્યા લાખોમાં છે જેની સામે 140 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં કેન્દ્ર સરકારની સતર્કતા પ્રધાનમંત્રી શ્રી મોદીની જાગૃતતાના કારણે આપણે મહદ્અંશે આ મહામારીને મહાત કરવા માટે સફળ રહ્યા છે પરંતુ હવે જે રીતે આપણી બેદરકારીના કારણે આ મહામારી દેશને ભરડામાં લઈ રહી છે એ ગંભીર છે અને તેની ચિંતા પ્રધાનમંત્રી શ્રી મોદીના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે એમ કહેવામાં અતિ શકતી નથી. કોરોના મહામારીના પગલે પ્રધાનમંત્રી શ્રી મોદી ભય ન ફેલાય એ માટે ભલે સ્પષ્ટ રીતે તેઓ કંઈ બોલતા ન હોય પરંતુ દેશની જનતાએ તેમના ચહેરા પરની ચિંતાને સમજી લેવાની જરૂર છે.
પ્રકાશીત : નિતેશ ગોર – 9825842334