Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની ઝડપાયો

ધોરડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવના ધમધમાટ વચ્ચે આજે પાકિસ્તાની સીમામાંથી ભારતીય સીમામાં ઘૂસી આવેલ એક પાકિસ્તાનીને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન હોય ઝડપી લીધો હતો. ખાવડા સીમા પર BSFના જવાનો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એક શંકાસ્પદ સીમા ઓળંગી ભારતીય સીમામાં આવતો દેખાયા બાદ એ શખ્સને બોડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ઝડપી લઇ તેની પૂછપરછ કરતા તે પાકિસ્તાની હોવાનું સ્પષ્ટ થયું છે આ પાકિસ્તાની પીલર નંબર 1137 પાસેથી ઝડપાયો છે જોકે એ શખ્સ પાસેથી કંઈ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ તે સીમામાં કઈ રીતે આવ્યો, શા માટે આવ્યો, તે અંગેની પૂછપરછ હાથ ધરાય છે અને આગળ આ શખ્સને ખાવડા પોલીસના હવાલે કરવામાં આવશે. સીમા પર ધોરડો રણ ઉત્સવના ધમધમાટ વચ્ચે પાકિસ્તાની ઈસમની ઘૂસણખોરીએ સલામતી એજન્સીઓને પણ ચોકાવી દીધું છે. જોકે પકડાયેલ શખ્સ માનસિક અસ્થિર જેવું જણાઈ આવે છે હકીકતે તે માનસિક અસ્થિર છે કે તે ઢોંગ કરી રહ્યું છે તે દિશામાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાંતવને કચ્છ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

Kutch Kanoon And Crime

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ

Kutch Kanoon And Crime

અંજાર પોલીસ દ્વારા પ્રજા જાગૃતિ માટે 200થી વધુ માસ્ક વિતરણ કરાયા

Kutch Kanoon And Crime

Leave a comment