Kutch Kanoon And Crime
Breaking NewsCrimeIndiaKutchSpecial Story

કચ્છની જળ સીમા અને ભુમી સીમા પર સાવચેતી વધારવી તાતી જરૂરિયાત : ખાસ અહેવાલ કાંતિ ગોર દ્વારા

જમ્મુ-કાશ્મીર અને પંજાબ સીમાથી લઈને રાજસ્થાન સીમાપારથી નાપાક હરકત અશક્ય જણાતાં પાકિસ્તાનનો ડોળો સરહદી કચ્છની જળ અને ભૂમિ સીમા પર મંડારાયો હોય તેમ કચ્છની સીમા પાર ગંભીર પ્રકારની ગતિ વિધિ શરૂ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે અનેક વખત મોઢાની ખાવા છતાં પાકિસ્તાન નાપાક હરકતોમાં વાજ નથી આવતું તો બીજી તરફ લડાખ સીમા પર ગાલવાન ઘાટી વિસ્તારમાં નાજાયસ હરકત કરવા જતા ચાઇનાને ભારતીય જવાનોએ ધોબી પછડાટ આપ્યા બાદ દુનિયાભરમાં ચીનની કિર કીરી થયા બાદ ચીને પાકિસ્તાનને હાથો બનાવી ભારત સામે પરોક્ષ યુદ્ધ છેડવાની નાલાયકી પર ઉતરી આવ્યું છે અને ચાઇનાના ખીલે નાચતા પાકિસ્તાન દ્વારા કચ્છ સીમાની સામે પાર ચાઇના માટે એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. કચ્છએ પાકિસ્તાન સીમાને જળ અને ભૂમિ સીમાથી જોડતો પ્રદેશ છે જ્યાંથી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અવાર નવાર અંજામ આપતો રહે છે ચીનની પાકિસ્તાન પર કબજો કરવાની ખેવના છે અને પાકિસ્તાન પર કબજો કરી સિંધ પ્રાંતમાં રહેલા તેલ ભંડારો ખનીજ વગેરે પર હક ઉભો કરવો છે ઉપરાંત તે મહાસત્તા તરીકે એશિયા ખંડમાં ઉભરી રહેલા ભારતના વિકાસને અટકાવીને એ પોતાનો સિક્કો એશિયા ખંડમાં જમાવવા ઈચ્છે છે અને તેથી તે પાકિસ્તાનને મદદ કરી કચ્છ સીમાની સામે પાર પોતાની તાકાત વધારવા ઈચ્છે છે જેથી તે ભારતને ચારે તરફથી ગેરી શકે આ ઉપરાંત કચ્છના અખાતમાં તેલ ગેસના ભંડાર મળી આવ્યા છે જે ભારતની આર્થિક તાકાત વધારવામાં ખૂબ જ મહત્વના સાબિત થવાના છે તેથી ચીનના પેટમાં તેલ રેડાયું છે અને ભારત આ તેલ ગેસના ભંડારો ચાલુ ન કરી શકે માટે તે પાકિસ્તાનને હાથો બનાવી આ વિસ્તારમાં સમસ્યા ઉભી કરવા મથી રહ્યું હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. નોંધનીય છે કે કચ્છની જળ સીમાએથી છેલ્લા એકાદ વર્ષથી સમય સમય પર ચરસના બિનવારસુ પેકેટો મળતા રહ્યા છે અત્યાર સુધી કરોડોની કિંમતના ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળ્યા છે એની પાછળ ખંધા ચીનની ગંભીર ચાલ હોવાનું નકારી શકાય તેમ નથી ચીન આ રીતે કચ્છની સલામતી વ્યવસ્થા ચકાસવા મથી રહ્યાનું પણ મનાય છે ઉપરાંત બિનવારસુ નશીલા પદાર્થોના આ મામલામાં ભારતીય સલામતી તંત્રોને ઉલજાવીને ચીન ભૂમિ સીમાએથી કચ્છમાં ભારતીય સલામતી એજન્સીઓનું ધ્યાન જળ સીમા તરફ ખેંચી ભૂમિ સીમામાં સામે પાર પોતાની ખંધી ગતિવિધિઓ કરવા મથી રહ્યાંનુ મનાય છે ત્યારે સરહદી કચ્છમાં આંતરિક અને બાય સલામતી વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે તો સાથે સાથે શરહદી કચ્છના અંતરિયાળ ગામો પર ખાસ નજર રાખવાની પણ તાતી જરૂરિયાત છે એટલું જ નહીં અત્યારે તો કોરોના મહામારીના પગલે વિદેશી પર્યટકો કચ્છમાં નથી આવતા પરંતુ આગામી સમયમાં જ્યારે કચ્છ પર્યટકો માટે ખુલ્લુ મુકાય ત્યારે કચ્છમાં ખાસ કરીને વિદેશથી આવનારા પર્યટકો પર બાજ નજર રાખવી પડશે એકંદર કચ્છની સીમા પારની ગતિવિધિઓને ધ્યાનમાં રાખી આ સરહદી જિલ્લામાં સલામતી પ્રશ્ને જરાય લાપરવાહી પાલવે તેમ નથી જેની કેન્દ્ર અને રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લેવી પડશે. બીજી તરફ ભ્રષ્ટાચારને ડામવા માટે ખાસ પ્રકારનો કાયદો બનાવવાની જરૂર છે ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ કારણ કે ભ્રષ્ટાચાર થકી દેશને ખુબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત ભ્રષ્ટાચાર થકી જે નાણાં એકઠા થાય છે એ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ વપરાતા હોઈ શકે એની ગંભીરતા થી નોંધ લેવી જોઈએ સરહદી કચ્છમાં લાખો કરોડોના સરકારી કામો ઠેકેદારોને અપાય આ ઠેકેદારો પૈકી અનેક પેટા કોન્ટ્રાક્ટ આપી મુળ કોન્ટ્રાક્ટરો મલાઈ મેળવી જાય છે અને પેટા માં કામ લેનાર ભ્રષ્ટ અધિકારીઓ સંબંધિતોને સાધી એ પણ ભ્રષ્ટાચાર આચરી જાય છે આમ થવાથી લાખો રૂપિયાનો ચુનો સરકારી તિજોરીને લાગે છે જેનાથી દેશને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને ભ્રષ્ટાચાર થકી નાણા એકઠા કરનાર કદાચ એ નાણા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે વપરાતા હોઈ શકે છે આ તમામ બાબતો પર અત્યંત મંથન કરવાની જરૂર છે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

ભુજમાં મધ્ય રાત્રે ATM લૂંટવા લુટારુઓ ફાયરીંગ કરતા ખળભળાટ

Kutch Kanoon And Crime

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈ.જી. જે.આર મોથલીયાની પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર

Kutch Kanoon And Crime

માજી ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાના મુખ્ય સાક્ષી ગાંધીધામના પવન મોરેની રેકી કરવાના કેસમાં તમામેં તમામ નિર્દોષ જાહેર

Kutch Kanoon And Crime

Leave a comment