Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસ કસ્ટોડીયલ કાંડના ત્રણે ફરાર પોલીસ કર્મચારીઓ સામે CRPC-70 મુજબ વોરન્ટ ઇસ્યુ

મુન્દ્રા પોલિસ મથકે પોલિસ દમનથી બે યુવકોના મોતના મામલામાં મુખ્ય 3 પોલિસ કર્મચારીઓ પકડાયા નથી ત્યારે હવે પચ્છિમ કચ્છ પોલિસે તેના પર કાયદાનો ગાળીયો વધુ તેજ કરતા આજે કોર્ટમાંથી CRPC-70 મુજબનુ ફરાર વોરન્ટ મેળવ્યુ છે. ત્રણ ફરાર આરોપી પોલીસ કર્મચારીઓમાં શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહીલ, અશોક લીલાધર કનાદ તથા જયદેવસિંહ અજીતસિંહ ઝાલા કસ્ટડીયલ ગુન્હામા લાંબા સમયથી ફરાર છે અને પચ્છિમ કચ્છ પોલિસ ઉપરાંત ગુજરાત ATSની ટિમની તપાસમા પણ હાથ લાગ્યા નથી ત્યારે તેને ભાગેડુ જાહેર કરવાની દિશામા પચ્છિમ કચ્છ પોલિસે પ્રથમ કોર્ટ કાર્યવાહી માટે મુન્દ્રા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાંથી CRPC-70 મુજબનુ વોરન્ટ મેળવી જાહેર જનતાને અપિલ પણ કરી છે કે ઉપરોક્ત 3 ફરાર પોલિસ કર્મચારી અંગે જાણ થાય અથવા ક્યાંય દેખાય તો પચ્છિમ કચ્છ જીલ્લા નાયબ પોલિસ અધિક્ષક જે.એન. પંચાલ મો : 9978408244 તેમજ પશ્ચિમ ક્ચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસ.જે. રાણા મો : 9687609369 તથા મુન્દ્રા પોલિસ મથકના પી.આઇ., બી.એમ. જાની મો : 9904392027 પર સંપર્ક કરવા અપીલ કરી છે ત્યારે હવે આ ફરાર ત્રણે આરોપીઓને જો કોઈ આશરો આપશે તો તેની સામે પણ કડક કાર્યવાહી સાથે કાયદેસરના પગલા લેવાશે તેની પણ જાહેર જનતાને જાણ કરવામાં આવી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ચકચારી હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર

ખારી નદી નજીક આવેલ પુલીયા પરથી પટકાયેલા બે અજાણ્યા યુવકોના મોત

ગાંધીધામમાં “હિટ & ડેથ” એસ.પી.ઓફીસ નજીક અકસ્માતમાં કાર ચાલકે બે જણાનો જીવ લીધો

Kutch Kanoon And Crime

Leave a comment