Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchSpecial Story

સાવધાન સરકાર…જો જો સિંધોડી મોટી ગામને હિજરત કરવા મજબૂર ન થવું પડે..!!?

અબડાસાના સિંધોડી મોટી ગામને યેનકેન પ્રકારે અન્યાય કરી રહેવાસીઓને પરેશાનીઓમાં નાખી ગામમાંથી સ્થળાંતર કરાવવા માટે એક રાષ્ટ્રીય કક્ષાએથી સંભવત આંતરરાષ્ટ્રીય દોરી સંચારથી એક ષડયંત્ર ચાલતું હોય તેવી શંકા છે. આ ગામમાં દાયકા પહેલા હજારોની સંખ્યામાં ઘેટા બકરા હતા અને ગામ તેના પર સંપૂર્ણ નિર્ભર હતું અત્યારે ગામમાં ઘેટાં બકરાનો પશુપાલન વ્યવસાય સંપૂર્ણ ખતમ થઈ ગયેલ છે કારણકે ઘેટા બકરાના વ્યવસાયથી જે આવક થતી હતી તેના તમામ સ્તોત્ર બંધ કરી દેવાયા અને ગામની જમીનો પવન ઊર્જા માટે આપી દેવાઇ અને કહેવાયું હતું કે સ્થાનિક રોજગારી ઊભી થશે પરંતુ અહીં પવન ચક્કીઓ 300 થી વધુ હોવા છતાં ગામના એકાદ બે યુવકોને બાદ કરતાં કોઈ રોજગારી અપાતી નથી પવનચક્કીઓમાં ચોકીદારીથી લઈને મેન્ટેનન્સ સહિતના કામો માટે બહારથી લોકો લઈ આવ્યા છે. આ ઉપરાંત પરજાઉ ચાર રસ્તાથી ગામ સુધીનો ત્રણ કિલોમીટર રોડ સંપૂર્ણ ખખડધજ થઈ ગયો છે 12 વર્ષ પહેલા બનેલા આ રોડ પર ફરી ક્યારે પણ ડામર રિફ્રેશિંગ નથી કરાયું. જ્યારે આજુબાજુના ગામડાઓ જેવા કે આરીખાણાથી સુથરી, લાલાથી બુડીયા, પરજાઉ ગામથી નલિયા, પરજાઉ ગામથી સિંધોડી મોટી ચાર રસ્તા વગેરે ગામડાઓને જોડતા રસ્તા દર ત્રણ વર્ષે ડામર કરીને રિફ્રેશિંગ થતા હોય અને સિંધોડી ગામથી સ્ટેટ હાઇવે સુધી ત્રણ કિલોમીટરનો રોડ સંપૂર્ણ ખખડધજ રાખી દેવાતો હોય તો એનો સીધો મતલબ એ થાય છે કે આ ગામ કોઈ એવી દેશ વિરોધી લોબીને આંખમાં ખટકે છે અને યેન કેન પ્રકારે આ લોબી સિંધોડી મોટી ગામ ખાલી કરાવવા ઈચ્છે છે મારી આ શંકા છે. આ ઉપરાંત ગામમાં આવેલ મીડ વાઈફ હેડ ક્વાર્ટર જ્યાં પ્રાઇમરી સારવાર મળી શકે એ ક્વાર્ટર ખંડેર થઈ ગયા અને વર્ષો વીતી ગયા છતાં પ્રાથમિક શાળાની ઈમારત ખખડધજ થઈ ગઇ છતાં આગળવાડી મકાનોની આવરદા પૂરી થઈ ગઇ છતાં એ નવા બનાવવા કોઈ કાર્યવાહી ન થતી હોય તો સ્પષ્ટ છે કે આ ગામ કોક એવી અદ્રશ્ય તાકતોને ખટકે છે જેમના હિત આ વિસ્તાર સાથે સંકળાયેલા છે દર વર્ષે ચોમાસામાં ગામની નદીમા પુર આવતા હોય, ગામ વિખૂટું પડી જાય છે.

દર વર્ષે રસ્તો ચાલુ કરવા હજારો લાખો રૂપિયા વાપરવામાં આવે છે છતાં ક્રોઝવે નથી બનતો અને એક વર્ષ પહેલા પાંચ કરોડ જેવી મતભર રકમ ક્રોઝવે માટે ફાળવાય તેમ છતાં ક્રોઝવેનુ કામ શરૂ ન થાય એ ગર્ભિત સંકેત આપી જાય છે વિચારજો આપ સૌ…

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ધોરડો ખાતેથી ઇ-શિલાન્યાસ વિધિ કરાઈ

Kutch Kanoon And Crime

હેલ્થકેર સમિટમાં અદાણી ફાઉ. પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

હિન્દુ યુવા સંગઠન ભારતના નવમાં સ્થાપના દિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરાઈ

Kutch Kanoon And Crime

Leave a comment