Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujarat

કચ્છની જળસીમા નજીકથી 24 લાખનું ચરસ ઝડપાયું

કોરોના મહા મારી સામે લડવા સલામતી તંત્રો જંગ લડી રહ્યા છે તેવા સમયે કચ્છની ક્રીક વિસ્તારમાંથી આજે 24 લાખની કિંમતનું ચરસનો જથ્થો મળી આવ્યાની ઘટનાએ સનસનાટી સર્જી છે જિલ્લા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ શ્રી સૌરભ તોલંબિયાના જણાવ્યા પ્રમાણે આજે અબડાસાના જખૌ નજીક શેખ રાણા પીર ટાપુ પાસેથી ચરસના ૧૬ પેકેટ મળી આવ્યા હતા જેની કિંમત 24 લાખ આકવામાં આવી છે આગાઉ પણ આ વિસ્તારમાંથી બિનવારસુ ચરસ મળી આવ્યાની ઘટના બની ચૂકી છે તો ગત વર્ષે કરોડોની કિંમતના નશીલા પદાર્થની હેરાફેરી પણ આજ વિસ્તારમાંથી ઝડપાઈ હતી નોંધનીય છે કે બે દિવસ અગાઉ કચ્છ સૌરાષ્ટ્રની જળ સીમાએથી કોકેઇન ચરસ જેવા નશીલા પદાર્થોની હેરાફેરીમાં પકડાયેલ પોરબંદરના એક શખ્સનું રાજકોટની સેન્ટ્રલ જેલમાં મોત થયું છે તો કચ્છમાં પણ નશીલા પદાર્થોની હેરાફેરીના રેકેટમાં માંડવી તાલુકામાંથી ચારથી વધુ લોકો ઝડપાઇ ચૂકયા છે ત્યારે ફરી એકવાર અબડાસાના દરિયા કાંઠા વિસ્તારમાંથી ચરસનો રેકેટ પકડાતા સરહદીય વિસ્તારમાં ચહલ પહલ વધી ગઈ છે કોરોના મહા મારી સામે જંગ લડતા પોલીસ પ્રશાસનની સતત સતર્કતા નોંધનીય છે તો આ ચરસ પ્રકરણમાં આગામી દિવસોમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાઈ રહી છે

નિતેશ ગોર – 9825842334

Related posts

3’જી ડિસેમ્બરે ગાંધીધામ ખાતે હત્યા કરીને ગટરના નાળામાં ફેંકી દેવાયેલ યુવાનની હત્યા મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ

Kutch Kanoon And Crime

થર્ડ ડીગ્રી પૂછતાછથી ટેવાઈ ગયેલ ગોંડલનો ખૂંખાર અપરાધી “ડોંગા” સાગરીતો સાથે પાંચ દિવસના રીમાન્ડ પર

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં યુવાનને પરાણે પ્રીત કરવી મોંઘી પડી… પોતાના જીવથી હાથ ધોવા પડ્યા…

Kutch Kanoon And Crime

Leave a comment