Kutch Kanoon And Crime
CrimeBhujGujaratKutch

ભઈલા… આ લોકડાઉન છે… છતાં લૂંટારુઓ ભુજમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી ધોળા દહાડે માર મારી સોનાના દાગીના લૂંટી ગયા

ભુજના નવી ઉમેદનગર કોલોનીમાં ધોળા દહાડે લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં સોલંકી દમયંતિબેન કરશનભાઈ ઉ.વર્ષ.૭૪ રહે.નવી ઉમેદનગર કોલીની પોતાના ઘરમાં એકલાં હતા ત્યારે અચાનક અજાણ્યા લૂંટારુઓએ દાદીમા કઈ સમજે વિચારે તેટલામાં તેમના પર બેહોશીની દવા છાંટી વૃદ્ધાને બેશુદ્ધ કરી પહેરેલા દાગીના જેમાં ત્રણ તોલા સોનાની બંઘડી નંગ બે, કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા બે તોલાની ચેઇન મળીને કુલ બે લાખના સોનાના દાગીનાની લૂંટ કરીને નાશી ગયા હતા. આ લૂંટની જાણ થતાં લોકો એકત્રિત થઇ ગયા હતા અને શું થયું શુ થયું તેવી ચર્ચા થવા લાગી હતી તો લૂંટારુઓએ ૭૪ વર્ષીય વૃદ્ધાને મારમારી ગળું દબાવીને લોહો નિંગડતી હાલતમાં બાથરૂમમાં બંધ કરીને નાશી ગયાં હતાં. લોક ડાઉનમાં આ બનાવ બનતા કોલોની વિસ્તારમાં રહેતા નાગરિકો ભયભીત બન્યા છે આ બનાવ અંગે પોલીસને જાણ કરતા તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની કાર્યવાહી આરંભી છે આ લૂંટની ઘટનાની તપાસ એ/ડિવિઝન પોલીસને સોંપાઈ છે

નિતેશ ગોર – 9825842334

Related posts

માંડવી તાલુકાના બીદડા ગામે 14 વર્ષીય સગીરનું વીજ કરંટથી મોત નિપજ્યુ

પર પ્રાંતિયોના આગમન સાથે ક્ચ્છમાં ક્રાઇમના કિસ્સા વધ્યા..! 38 વર્ષીય પરપ્રાંતીય યુવકે સગીર સાથે દુષ્કર્મ આચર્યું

Kutch Kanoon And Crime

ભુજના કુખ્યાત ચીટર સામે 90 લાખની ઠગાઇની ફરિયાદ સાત વર્ષે નોંધાઈ

Kutch Kanoon And Crime

Leave a comment