Kutch Kanoon And Crime
BhujGujaratIndiaKutchSpecial Story

ભાઈ ચારો અને કોમી એકતાનું બીજું નામ એટલે ક્ચ્છ જિલ્લો : પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા આભાર વ્યક્ત કરાયો

તાજેતરમાં તા.07/05/20ના રોજ રાત્રીના સમયે ભુજ મધ્યે બકાલી કોલોનીમાં આવેલ ”મસ્જીદે ઇમામે રબ્બાની” માં બનેલ બનાવ અનુસંધાને બકાલી કોલોનીના સર્વે રહેવાસીઓ તથા મુતવલી અજીમ મોહમદ સૈયદ લાહેજી, આગેવાનશ્રીઓ મહમદ રફીક અબ્બાસ સમા (બકાલી), સરફરાજ અબ્દુલસતાર સમા (બકાલી), મામદભાઇ સમા (બકાલી) નાઓએ બનાવ બન્યા બાદ તુરંત જ પોલીસને જાણ કરી. બનાવ અનુસંધાને કોઇ પ્રત્યાઘાત ન પડે અને ક્ચ્છની એકતા અને ભાઇચારો જળવાઇ રહે તેવા પ્રયત્નો કરી. કસુરદાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં પોલીસને સાથ સહકાર આપી. ખરા ક્ચ્છી તરીકેનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે અને ભવિષ્યમાં પણ ક્ચ્છની એકતા અને અખંડીતતા જળવાઇ રહે તેવા કાર્યો કરતા રહો તેવી અપેક્ષા સાથે પશ્ચિમ ક્ચ્છ ભુજ પોલીસ આપ સર્વે મુસ્લિમ સધુદાયનો અંત:કરણ પુર્વક આભાર વ્યક્ત કરે છે. જિલ્લામાં મુસ્લિમ સમુદાયની જો વાત કરવામાં આવે તો એક ઉદાહરણ પૂરું પાડનાર ક્ચ્છ જિલ્લાના મુસ્લિમ ભાઈઓ એકબીજા સાથે હળી મળીને રહે છે જેમાં ઇદ હોય કે દિવાળી સૌ સાથે મળી ઉજવે છે ત્યારે 7/5/20ના બનેલ બવાવને મુસ્લિમ સમુદાય પણ વખોડી કાઢે છે અને અપરાધીનું અગર કોઈ બદ ઈરાદો હોય આ કૃત્ય પાછળ તો તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરે છે ત્યારે ખરે ખર ધન્ય છે ક્ચ્છની કોમી એકતાને જેઓની સતર્કતાથી ક્ચ્છની કોમી એકતા ટકી છે અને ભવિષ્યમાં ટકી રહેશે. ફરી એક વખત અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.

નિતેશ ગોર – 9825842334

Related posts

અંજારના રસોઈયા ભાઈઓની અનોખી સેવા

ભુજ LCBની સર્જિકલ સ્ટ્રાઈક : મુન્દ્રા તાલુકાના ટપ્પર વાડીમાં આવેલ જુગાર કલબ પર કરી રેડ

પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલ હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની દલીલો કામે લાગી : બે અલગ અલગ કેશોમાં જામીન મુક્ત કરાવ્યા

Kutch Kanoon And Crime

Leave a comment