Kutch Kanoon And Crime
KutchMundraSpecial Story

મુંદરા પોલીસે ત્રણ અલગ અલગ વણશોધાયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી તેરા તુજકો અર્પણ સિદ્ધ કર્યું…

કિંમત રૂપિયા ૬૭.૯૮ લાખનો મુદ્દામાલ શોધી ફરીયાદીશ્રીઓને પરત અપાવ્યો…

મુંદરા પોલીસ સ્ટેશને નોંધપાત્ર સફળતા મેળવી છે. ત્રણ અલગ અલગ વણશોધાયેલ ચોરીના ગુનાઓનો સમયમર્યાદામાં ભેદ ઉકેલી કુલ ૬૭,૯૮,૯૩૭/-ના ચોરી થયેલા મુદ્દામાલની સાફ સફળતાપૂર્વક રિકવરી કરી ફરીયાદીશ્રીઓને પરત અપાવતા “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી શ્રી વિકાસ સહાય દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોરી/ગુમ થયેલા મુદ્દામાલની શોધખોળ કરી મુળમાલીકોને સમયસર પરત આપવાની સુચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી શ્રી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકશ્રી શ્રી વિકાસ સુંડા તથા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી શ્રી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસએ વિશેષ તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત તપાસ દરમિયાન ત્રણ અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલાયો. તેમાં ગુના નં. 1237/2025 અને 1239/2025 મુજબ મગફળી (15.075 ટન) કિ.રૂ. 15.93 લાખ, ઇસબગુલ (4.375 ટન) કિ.રૂ. 32 લાખ તથા તલ (7.552 ટન) કિ.રૂ. 13.51 લાખનો મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 45.51 લાખનો માલ આરોપી અબ્દુલગફુર આમદ હાલેપોત્રા (રહે. આદિપુર) અને તેની ટોળકી પાસેથી મળી આવ્યો હતો. જ્યારે ગુના નં. 1418/2025 હેઠળ ગેલ્વેનાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચર મટીરિયલ કિ.રૂ. 7.22 લાખનો મુદ્દામાલ આરોપી કમલેશ ઉર્ફે કાના સામંત બારોટ (રહે. ઝરપરા, તા. મુંદરા) પાસેથી મળ્યો હતો. આમ કુલ મળી ત્રણેય ગુનાઓમાંથી રૂપિયા 67.98 લાખનો મુદ્દામાલ પુનઃપ્રાપ્ત કરી નામદાર કોર્ટના આદેશ મુજબ ફરીયાદીશ્રીઓને પરત અપાયો હતો. મુંદરા પોલીસની આ કામગીરીએ ગુજરાત પોલીસના “તેરા તુજકો અર્પણ” સૂત્રને પ્રત્યક્ષ અર્થમાં જીવંત બનાવ્યો છે.

(મેગેઝિન મેળવવા સંપર્ક કરો : 9825842334)

અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુંદ્રા : 7567376843

Related posts

કોઠારા ગામે કૂવામાંથી મળેલી યુવાનની લાશમાં હત્યાનો પર્દાફાશ થયો

Kutch Kanoon And Crime

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવી ગયેલા અને એક સમયે ગુજરાતના ડોન લતીફના ઘર સુધી પહોંચનાર એ.કે. જાડેજાનું નિધન

Kutch Kanoon And Crime

લોકડાઉનનું લોક ખુલતા જ ભચાઉમાંથી અડધા કરોડ રૂપિયા જેટલો દારૂ પકડાયો : પૂર્વ કચ્છ LCBને સફળતા

Kutch Kanoon And Crime

Leave a comment