Kutch Kanoon And Crime
KutchBhujSpecial Story

કચ્છમાં જ્યાં કોમી એકતાને તોડવાની દરોજ વાતો વાયરલ થઈ રહી છે ત્યાં વધુ એક કોમી એકતાની ઉદાહરરૂપ ઘટના

ભુજમાં એક હિંદુ ભાઈ કનૈયાલાલ કોઈ કામસર રિક્ષા ભાડે કરી જતા હતા. કામ ખતમ કરી કનૈયાલાલ પરત ફરતા હતા ત્યારે જલદી જલદીમાં પોતાની ટિફિન, બેગ અને મોબાઈલ રિક્ષામાં ભૂલી ગયા જે થોડો સમય વિત્યા બાદ કનૈયાલાલને યાદ આવતા તેઓએ શોધખોળ કરી તેમ છતાં કઈ અતો પતો ન મળતા કનૈયાલાલને રિક્ષાનું યાદ આવતા રિક્ષાના નબર કે કઈ હતું નહિ ત્યાર બાદ કનૈયાલાલ નિરાશા સાથે આશા મૂકી દીધી હતી કે હવે તેઓને પોતાની પાકીટ મોબાઈલ પરત મળસે, તે દરમ્યાન જે રિક્ષામાં કનૈયાલાલ બેઠા હતા તે રિક્ષા ચાલક રહીમભાઈ સબુદીન મીર ઉ.વ. ૫૫,ને પોતાની રિક્ષામાં બેગ, મોબાઈલ અને ટિફિન જોવા મળ્યા હતા જેની તપાસ કરતા આ બેગ, મોબાઈલ અને ટિફિન જેમ હતા તેમ રાખી ત્યાંથી પેટ્રોલીંગમાં પોતાની ફરજ બજાવતી પશ્ચિમ કચ્છ પોલીસની વિરાંગના ટીમ જોવા મળતા રિક્ષા ચાલક રહીમભાઈએ તેઓને રોકી જણાવેલ કે કોઈ ભાઈ મારી રિક્ષામાં પોતાની બેગ ભુલી ગયેલ છે જે બેગ તપાસતા જેમાં એક મોબાઇલ, ટીફિન તથા અમુક કાગળો હતા. જે બેગની વિરાંગના ટીમ દ્વારા તપાસ કરતા ભુજ આર.ટી.ઓ. સર્કલ પાસે રહેતા કનૈયાલાલ કાળુજી ચંદ્રવંશી આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ ઝુંપડ પટ્ટી વિસ્તારમાં રહેતા હોઈ તેઓની બેગ, મોબાઇલ, કાગળો વગેરે તેઓને પરત સોંપી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. હાલ કચ્છની કોમી એકતાને કાંકરીચાળો કરવાની અમુક બંને કોમ ધર્મના તત્વો દ્વારા જે હિન પ્રયાસ કરવામાં આવી રહ્યું છે તેને આ મુસ્લિમ રિક્ષા ચાલક અને હિંદુ પેસેન્જર પાસેથી સિખ લેવી જોઈએ. તેમજ પોલીસની કામગીરીની પણ સરાહના કરવી જોઈયે.

પ્રકાશીત નીતેશ ગોર : 9825842334

Related posts

અબડાસાના દરિયા કિનારેથી શંકાસ્પદ બિનવારસુ 10 પેકેટો મળી આવ્યા…

Kutch Kanoon And Crime

ભચાઉના શિકારપુર ઓનર કિલિંગ ખૂન કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાવતા સરકારી વકીલ ડી.બી.જોગી અને હિતેન્દ્રસિંહ જાડેજા

કચ્છમાં કોરોના વાયરસ સામે તંત્ર સાબડું : માતાનામઢ, ના.સરોવર, કોટેશ્વર, તેમજ ધાર્મિક સ્થાનો 31 માર્ચ સુધી બંધ : ભુજ સ્વામિનારાયણ મંદિર 22 માર્ચના બંધ

Kutch Kanoon And Crime

Leave a comment